પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ ?

impotance of father in our life

માતા ઘરનું માંગલ્ય છે. તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. માતા પાસે આંસુનો દરિયો હોય છે, પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતાં સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે. કારણકે દીવા કરતાં ડીવી વધારે ગરમ હોય છે ને ! પણ શ્રેય તો હંમેશા દીવાને જ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ?

બધાંની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છૂપાવીને મોઢું છુપાવીને ડૂસકાં ભારે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપના પિતા રડી શકતા નથી. કારણકે, નાના ભાઈ બહેનોને સાચવવાના હોય છે. પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણકે બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લુછવાનું કામ પણ પિતાએ જ કરવાનું હોય છે.

દેવકી – યશોદાનાં કાર્યની પ્રશંસા અવશ્ય કરવી પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતાં. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમની ફાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપના નસીબનાં કાણા તેમની ગંજીમાં પડ્યા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરીને નવા જીન્સને લઇ આપશે પણ પોતે તો જુના લેંઘા જ વાપરશે. સંતાનો ૧૦૦ – ૨૦૦ રૂપિયાના પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાનાં સાબુથી જ દાઢી જ કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતા હોય છે.

impotance of father in our life

પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતાં નથી તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈ પણ સાધન હોતું નથી. પહોંચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે. પણ દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.

પિતાનું ઘરમાં અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈ પણ આંખ ઊંચી કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતાં ન હો તો પણ મહત્વના કર્તાહર્તા તરીકેનાં પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુએ છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઇપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે કારણકે બાહુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈનાં ધ્યાનમાં રહેતા નથી.
દાઝી ગયા, ઠેસ લાગી હોય કે માર વાગ્યો હોય કે તરત જ “ઓ માં” આ શબ્દો મોઢામાંથી બહાર પડે છે. પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારે તો “બાપ રે” આજ શબ્દ બહાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓના વાદળો ઘેરાય ત્યારે પિતા જ યાદ આવે.

કોઈ પણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે પિતાએ જ જવું પડે છે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઈને મધરાત સુધી ઉજાગરો કરતાં હોય છે.
દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનાર પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને !

impotance of father in our life

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અને જવાબદારીઓ ખૂબ નાની ઉંમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તું માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે ઘરની દીકરી ! સાસરે ગયેલી કે ઘરથી દૂર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈ પણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મૂકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા ? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા – પિતાને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવા આપણે તેમણે પગે લાગીએ અને તેમના આશીર્વાદ મેળવીએ અને આપના જ સંસ્કાર, ધર્મ, નાત – જાતના ભેદભાવ વગર આપણી પછી પેઢીને પણ આપીને યશાશક્તિ પિતૃતર્પણ કરીએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,499 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>