પાલક મૂંગ દાલ ઈડલી

પાલક મૂંગ દાલ ઈડલી

પાલક મૂંગ દાલ ઈડલી

સામગ્રી

-1/2 કપ મગની દાળ

-3/4 કપ સમારેલી પાલક

-3 નંગ લીલા મરચા સમારેલા

-1 ટેબલસ્પૂન દહીં

-1/2 ટીસ્પૂન ખાવાનો સોડા

-1/4 ટીસ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ મગની દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. ત્યાર બાદ તેને નીતારી લો. હવે મગની દાળ, પાલક અને લીલા મરચાં મિક્ષ કરીને મિક્ષરમાં ક્રશ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. પાણી ઉમેર્યા વગર પેસ્ટ બનાવવી. હવે આ પેસ્ટને એક મિક્ષિંગ બાઉલમાં લઈ લો. ત્યાર બાદ તેમાં દહીં અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ પેસ્ટમાંથી ઈડલી બનાવવાની હોય તેની દસ પંદર મિનિટ પહેલા તેમાં ખાવાનો સોડા અને બે ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણમાંથી સ્વાદિષ્ટ અને હેલ્ધી ઈડલી બનાવી લો. ગરમા-ગરમ ઈડલીને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

સામગ્રી

રાજમા ઉડદ દાલ

-1/4 કપ રાજમા

-1/4 કપ ચણા દાળ

-1/2 કપ અડદની દાળ

-2 ટીસ્પૂન તેલ

-1 ટેબલસ્પૂન લસણ સમારેલું

-1/2 કપ ડુંગળી સમારેલી

-1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ

-1 કપ ટામેટા સમારેલા

-1 ટીસ્પૂન મરચું પાવડર

-2 ટીસ્પૂન જીરૂં પાવડર

-1/4 ટીસ્પૂન કોથમીર સમારેલી

-1 ટેબલસ્પૂન લીંબુનો રસ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ બંને દાળ અને રાજમાને બરાબર સાફ કરીને ધોઈ લો. ત્યાર બાદ આખી રાત પલાળી દો. બીજા દિવસે સવારે તેમાંથી પાણી નીતારી લો. અને ત્યાર બાદ ચાર કપ પાણી અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. કૂકરમાં ચાર સીટી વગાડીને બાફી લો. કૂકર ઠંડી થવા દો. બીજા એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીને મધ્યમ તાપે એક મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા, મરચું પાવડર, જીરૂં પાવડર, મીઠું અને બે ચમચી જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. લગભગ બેથી ત્રણ મિનિટ ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેમાં બાફેલી દાળ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. મધ્યમ આંચં બેથી ત્રણ મિનિટ ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. બધી જ સામગ્રી એકરસ થઈ જાય એટલે દાળમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ દાળને પરાઠા અને ઓનિયન સલાડ સાથે સર્વ કરો.

ઓટ્સ વેજ ટિક્કી

ઓટ્સ વેજ ટિક્કી

સામગ્રી

-1 કપ કૂકિંગ રોલ્ડ ઓટ્સ

-1/4 કપ લો ફેટ પનીર છીણેલું

-1/4 કપ ગાજરની છીણ

-1/2 કપ બાફીને મેશ કરેલા બટાટા

-2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી

-1 ટીસ્પૂન લીંબુનો રસ

-11/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ

-1 ટીસ્પૂન લાલ મરચું પાવડર

-1/2 ટીસ્પૂન ગરમ મસાલો

-1 ટીસ્પૂન આમચૂર પાવડર

-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-1/4 કપ લો ફેટ દૂધ

-1/2 કપ ઓટ્સ

-11/2 ટીસ્પૂન તેલ

રીત

સૌપ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં ટિક્કી માટેની બધી જ સામગ્રી એક-એક કરીને ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને છ સરખા ભાગમાં વહેચો. દરેક ભાગમાંથી ટિક્કિ તૈયાર કરી લો. હવે આ દરેક ટિક્કીને પહેલા દૂધમાં અને ત્યાર બાદ ઓટ્સમાં રગદોળીને બરાબર કોટ કરી લો. આ દરમિયાન એક નોન સ્ટિક તવાને ગરમ કરો. ગરમ થાય એટલે તેને પા ચમચી તેલથી ગ્રીસ કરો. હવે તેમાં કોટ કરેલી ટિક્કીને થોડુંક તેલ લગાવીને બંને બાજુથી લાઈટ બ્રાઉન થાય એ રીતે શેકી લો. ગરમા-ગરમ ટિક્કીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

સૌજન્ય

દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,607 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>