અબજોમાં આળોટતા આ છે ચીનના ‘રિચ-કિડ્સ’

અમીર પિતાની એક સંતાને આ રીતે રૂપિયા સળગાવતી હોય તેવો પોતાનો ફોટો સોશિયલ સાઇટ પર પોસ્ટ કર્યો હતો.

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

રૂપિયાના નશામાં રાચતા ચીનના સુપર રીચ ફેમિલીના સંતાનોની શાન ઠેકાણે લાવવા ચીન સરકારે કાર્યવાહી ચાલુ કરી દીધી છે. સુપર રીચ પરિવારના સંતાનો દ્વારા સોશિયલ સાઇડ વિબો અને ઇન્સ્ટાગ્રામ પર મુકેલી તસવીરોથી અચાનક ચીન સરકાર જાગી છે. કેટલાક રિચ કિડ્સે સેક્સ પાર્ટીઓ, ફેરારી ડ્રાઇવિંગ, કૂતરાને એપલ વોચ પહેરાવી હોય, બેન્ક સ્ટેટમેન્ટ સહિતની લાઇફ સ્ટાઇલ દર્શાવતી તસવીરો પોસ્ટ કરી છે જેને કારણે તેમના પર કડક કાર્યવાહી શરૂ કરી છે.

ચીનના રીચ પરિવારના સંતાનોની આઉટ ઓફ કંન્ટ્રોલ થઇ રહી લાઇફ સ્ટાઇલથી ચિંતિત ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગે તેઓને નાણાની કિંમત સમજાવવાનો આદેશ આપ્યો હતો. જેથી 70 જેટલા સુપર રીચ ફેમિલિના સંતાનોને સામાજિક જવાબદારી શીખવવા માટે સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યા જ્યા તેઓને મોડા ઉઠવા પર 103 ડોલરનો દંડ કરવામાં આવે છે. વર્ષ 2013માં આ પ્રકારના સંતાનો સામે વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે રીચ પરિવારની સેકન્ડ જનરેશનના શોકિંગ અને મિસબિહેવિયરને ઉજાગર કરતા સ્કેન્ડલ બહાર આવ્યા હતા. એપ્રિલ, 2013માં શાંઘાઇ ડેઇલના અહેવાલમાં સાન્યામાં રિચ કિડ્સની સેક્સ અને ડ્રગ્સ પાર્ટીની વાત કરાઇ હતી.

આ પ્રકારની પાર્ટીમાં એક મૉડલ 62 હજાર પાઉન્ડના બદલામાં સેક્સ વેચી રહી હોવાનું સાંભળ્યા બાદ અધિકારીઓએ એક યાટ પર તપાસ કરી હતી. ગુઓ મેઇમેઇ નામની 23 વર્ષીય યુવતી પર તેના પુરુષ હરિફ ચેન જુનયુએ સાન્યામાં સેક્સ વેચવાનો આરોપ લગાવ્યો હતો. તેણે પાંચ મિલિયન યુઆનની કિંમતની કેસિનો ચીપ્સની તસવીર ઓનલાઇન પોસ્ટ કરી લખ્યુ હતું. ‘Too rich to need to sell sex.’ જેની સામે ચેને પોતાના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટનો સ્ક્રીનશોર્ટ પોસ્ટ કર્યો હતો. જેમાં 3.7 બિલિયન યુઆનની રકમ જમા હતી. જુગારના ગુનામાં ગુઆની ગયા વર્ષે ધરપકડ કરાઇ હતી અને તેણે ભૂતકાળમાં પૈસાના બદલામાં સેક્સ વેચ્યુ હોવાનો સ્વીકાર કર્યો હતો. ઝાંગ જિલે નામની અન્ય એક મહિલાએ ડિઝાઇનિંગ શોપિંગ બેગ્સ, પ્રાઇવેટ જેટ અને એક પાર્ટીની તસવીર પોસ્ટ કરી હતી.

ઇલેક્ટ્રોનિક્સ, ઇન્શોરન્સ અને પ્રોપટી ટાયફૂન ઝાંગ જુનની યુવાન દિકરી ગુઓ (મધ્યમાં)એ એક પાર્ટીની તસવીર પોસ્ટ કરી હતી.

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

વર્ષ 2012માં સરકારના વરીષ્ઠ અધિકારી લિન્ગ જીહુઆના પુત્ર લિન્ગ ગૂની એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. ગૂની એ સમયે ફેરારી ચલાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાનો બચાવ કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો અને રીચ જનરેશન વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો હતો.

ચીનના સૌથી અમીરોમાં સામેલ વાંગ જિઆનલિનના પુત્ર વાંગ સિકોંગે મે મહિનામાં તેના પાળેલા કૂતરાને એપલ વોચ પહેરી હોય તેવી તસવીર કૂતરાના નામે બનાવેલા વિબો એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યુ કે મારે આમ તો ચાર વોચ પહેરી પડે પરંતુ તે વધારે થઇ જશે તેથી મે બે જ પહેરી છે.

ગયા મહિને ચીનના રાષ્ટ્રપતિ શિ જિંનપિંગે યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટને પ્રાઇવેટ સેક્ટરના બિઝનેસમેન ખાસ કરીને યુવાન પેઢીને તેઓ કેવી રીતે શ્રીમંત બન્યા, તેમની સંપતિના સ્ત્રોત અંગે વિચારવા ગાઇડ કરવાનું અને અમીર બન્યા પછી કેવી રીતે વર્તવાનું શીખવવાનું જણાવ્યુ હતું. યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ ચીનના બિન રાજકીય શ્રીમંત વર્ગના સંબંધો મેનેજ કરવાનું કામ કરે છે.

આ વિભાગે કહ્યુ કે મોટાભાગના સુપર રીચ યુવાઓને પોતે અમીર હોવાનું જ ખ્યાલ હતો પરંતુ પૈસા ક્યાંથી આવે છે તેની કોઇ જાણકારી નહોતી. તેઓ પોતાની સંપતિ કેવી રીતે દર્શાવવી તે અંગે જાણતા હતા પરંતુ સંપતિ કેવી રીતે બનાવવી તે અંગે કોઇ આઇડિયા નહોતો.
ગયા મહિનાના બીજિંગ યુથ ડેઇલીના અહેવાલ મુજબ ફ્યુજિયાન પ્રાન્તમાં 70 જેટલા કરોડપતિ સંતાનોને સામાજિક જવાબદારી અને દેશભક્તિ શીખવવા ટ્રેનિંગ સેશનમાં મોકલી આપ્યા હતા જેમાંથી તમામની સરેરાશ ઉંમર 27 વર્ષની હતી. તેમના પર કડક નિયંત્રણો લાવવામાં આવ્યા છે. મોડા ઉઠવા પર 103 પાઉન્ડનો દંડ કરવામાં આવે છે.

જેમાંના કેટલાક સંતાનો પોતાની લક્ઝરી કાર સાથે તસવીર મુકી પોતે સ્પોર્ટ્સ કાર ક્લબના સભ્ય હોવાનું દર્શાવે છે.

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

પોતાના તમામ ઘરેણાને આ રીતે બેડ પર પાથરી એક વિબો યુઝર્સે તસવીર પોસ્ટ કરી હતી

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'રૂપિયાના ઢગલા સામે હાથમાં સિગારેટ રાખી કાંઇક આ રીતે દર્શાવી પોતાની વૈભવી લાઇફ સ્ટાઇલ

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

રિચ કિડ્સની ક્વિન ગણાતી ગુઆ મેઇમેઇની તસવીર

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

ચીનના અમીર વ્યક્તિના સંતાન વાંગ સિકોંગે પોતાના કૂતરાને બે એપલ વોચ પહેરાવેલી તસવીર પોસ્ટ કરી હતી.

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

Parties, Ferrari Driving in rich China 'Rich Kids'

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,344 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>