પાતળા વાળને જાડા બનાવવા રોજ ખાઓ આ વસ્તુઓ

Thick + thin hair quickly create plump, eat on the 8 items

પૌષ્ટિક આહાર ન માત્ર તમારા શરીર અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ તે તમારા વાળની ગુણવત્તાને સુધારવામાં પણ મદદ કરે છે. તમારા ખાનપાન અને જીવનશૈલીની સારી-ખોટી અસરો તમારા શરીરની સાથે તમારા વાળ પર પણ પડે છે. સંતુલિત અને પૌષ્ટિક આહાર તમારા વાળને ફોલિકલ મજબૂતી આપે છે. જો તમે સ્વસ્થ જીવનશૈલી જીવો છો તો તમારા વાળ ભરાવદાર અને કાળ હશે. સ્વસ્થ જીવનશૈલી માટે સૌથી પહેલાં સંતુલિત આહારનું સેવન કરવું બહુ જ જરૂરી છે. જેમાં સંતુલિત આહારની વાત કરીએ તો કેટલાક એવા ખાદ્ય પદાર્થો હોય છે જે વાળ માટે બહુ જ લાભકારી અને અસરકારક હોય છે. જે ન માત્ર તમારા વાળને સ્વસ્થ રાખે છે પરંતુ પાતળા વાળને ઘટ્ટ બનાવે છે અને સાથે કાળા પણ રાખવામાં મદદ કરે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

અખરોટ

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન ઈ અને બાયોટીન નામના પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વાળને કાળા અને ભરાવદાર બનાવવામાં મદદ કરે છે. જે લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ ગયા છે એવા લોકો માટે અખરોટનું સેવન બહુ લાભપ્રદ સિદ્ધ થાય છે.

પાલક

Thick + thin hair quickly create plump, eat on the 8 items

પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. પાલક એ સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોમાંથી એક છે. પાલકમાં વિટામિન સી, ફોલેટ, આયર્ન અને બીટા કેરોટીન સારા પ્રમાણમાં હોય છે. જે વાળના મૂળને સ્વસ્થ અને સ્કેલ્પને નમીયુક્ત બનાવવામાં મદદ કરે છે. જે લોકોને ડેન્ડ્રફની સમસ્યા હોય છે તેમના માટે પાલકનું સેવન બહુ જ ફાયદાકારક છે. તો તમે તમારા વાળને સ્વસ્થ અને ઘટ્ટ બનાવવા માગતા હોવ તો તમારી ડાયટમાં પાલકને અચૂક સામેલ કરો.

શક્કરિયા

શક્કરિયાને બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. જેના કારણે જે એસેન્શિયલ ઓઈલ નિકળે છે તે સ્કેલ્પને નમીયુક્ત અને સ્વસ્થ રાખે છે. સાથે ડેન્ડ્રફને કારણે ખરતાં વાળની સમસ્યાને પણ અટકાવે છે. શક્કરિયાનું નિયમિત સેવન વાળને ભરાવદાર બનાવવા માટેનો સારો ઉપાય છે.

બદામ

Thick + thin hair quickly create plump, eat on the 8 items

બદામ વાળ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન, કોપર, ફોસ્ફરસ, વિટામિન બી-1 અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. બદામનું સેવન શરીરમાં હિમોગ્લોબિનને વધારે છે અને નવી કોશિકાઓનો વિકાસ કરે છે. જેના કારણે વાળ સ્વસ્થ રહે છે. બદામના તેલમાં 2-3 ટીપાં બદામનું દૂધ મિક્ષ કરીને માથાની ત્વચા પર અને વાળના મૂળમાં લગાવવાથી વાળ ભરાવદાર અને મજબૂત બને છે.

ગાજર

ગાજરને તો વાળ માટે વરદાન માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે. ગાજરમાં રહેલું વિટામિન ઈ વાળને ઉગવા, કાળા અને ભરાવદાર થવામાં મદદ કરે છે. વિટામિન સીને કારણે સ્કેલ્પમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જે વાળને કસમયે સફેદ થતાં પણ અટકાવે છે.

કેળા

Thick + thin hair quickly create plump, eat on the 8 items

કેળા સ્વાસ્થ્ય માટે લાભકારી હોવાની સાથે-સાથે વાળ માટે પણ ફાયદાકારક હોય છે. રોજ એક કેળું ખાવાથી વાળ મજબૂત બને છે. તેમાં શૂગર, ફાઈબર, થાયમિન અને ફોલિક એસિડના સ્વરૂપમાં વિટામિન એ અને બી પણ હોય છે. કેળા ખાવાથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે.

ઈંડા

ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય તેમાં આયર્ન, સલ્ફર, ઝિન્ક અને સેલેનિયમ પણ હોય છે. વાળ માટે આ બધાં પોષક તત્વો બહુ જ જરૂરી હોય છે કારણ કે તેનાથી વાળ ખરતાં અટકે છે. આયર્ન વાળના મૂળને ઓક્સીજન પ્રદાન કરે છે જેનાથી વાળ સ્વસ્થ રહે છે અને ભરાવદાર બને છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,533 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>