પાંચ મિનીટ !

Five minites - Amazing storis in janvajevu.com

સાંજના સમયે એક બગીચામાં બાળકો રમી રહ્યા હતા. કેટલાક બાળકો લપસીયા ખાય રહ્યા હતા તો વળી કેટલાક હીંચકો પર ઝૂલી રહ્યા હતા.હીંચકોની બાજુમાં બેસવા માટે બાકડાઓ ગોઠવેલા હતા.એક પુરુષ અને એક સ્ત્રી એમાંના એક બાકડા પર બેઠા હતા.

‘સામે લાલ સ્વેટર પહેરીને લપસીયા ખાય છે એ મારો દીકરો છે. એને આ બગીચામાં રમવું ખુબ જ ગમે છે !’ પેલી સ્ત્રીએ વાત શરુ કરી.

‘એમ કે ! ખરેખર એ ખુબ જ આનંદથી લપસીયા ખાય રહ્યો છે ! પેલો ભૂરું સ્વેટર પહેરીને હિંચકે છે એ મારો દીકરો છે’. પુરુષે જવાબ આપ્યો. પછી ઘડીયાર સામે જોઇ બૂમ પાડી, ‘ટોડ બેટા ! ચાલો હવે જઈશું ?’

‘પપ્પા ! ફક્ત પાંચ જ મિનીટ હોં ! વહાલા પપ્પા ! પાંચ મિનીટ જ હોં !’ છોકરાએ બાપને ફોસલાવતો હોય તેમ વિનંતી કરી.

‘ઓ.કે. બેટા !’ પેલા પુરુષે કહ્યું.

એવું એ પછી ત્રણ થી ચાર વખત બન્યું.પેલો ભાઈ જવાનું કહે અને એનો દીકરો, હવે ફક્ત પાંચ જ મિનીટ ! બસ ?! એવો જવાબ આપે !

પેલી સ્ત્રી નવાઇ સાથે આ ઘટનાક્રમ જોઈ રહી હતી, બાપરે ! તમારી ધીરજ અને સહનશક્તિને દાદ દેવી ઘટે ! છોકરાને ધમકાવીને ઘરે લઇ જવાને બદલે તમે તો એને પાંચ પાંચ મિનીટ વધારે આપતા જ જાવ છે !’

Five minites - Amazing storis in janvajevu.com

પેલો પુરુષ સહેજ હસ્યો.પછી ગંભીર થતા બોલ્યો, મેમ ! મારો મોટો દીકરો ટોમ ગયા વર્ષે એક ટ્રક નીચે કચરાઈને દુનિયા છોડી ગયો.એને હું ક્યારેય પાંચ મિનીટથી વધારે હીંચકવા જ ન દેતો.અરે ! ધમકાવીને ઘરે લઇ જતો.આજે એને ફક્ત એક મિનીટ માટે પણ જોવા માટે હું મારું સર્વસ્વ આપી દેવા તૈયાર છુ.મને આજે પસ્તાવો છે કે ટોમને મેં સમય જ નહોતો આપ્યો હતો, પરંતુ હવે એ જ ભૂલ હું ટોડમાં નથી કરવા માંગતો.’ એની આંખો માં ઝળઝળિયાં આવી ગયા. ગળું ખંખોરીને એ આગળ બોલ્યો, ‘મેડમ ! ઝીંદગી ખુબ જ અનિશ્ચિત છે. એનો વિશ્વાસ ન જ કરી શકાય ટોડને એમ લાગે છે કે એને હિંચકવાની પાંચ મિનીટ વધારે મળી ! પરંતુ સત્ય તો એ છે કે એને રમતો તેમજ હિંચકતો જોવાની મને પાંચ મિનીટ વધારે મળે છે ! એ આગળ ન બોલી શક્યો.

પેલી સ્ત્રી મનભરીને હિંચકતા ટોડ ને જોઈ રહી.

સૌજન્ય
ડો . આઈ. કે. વીજળીવાળા

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,492 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>