પસંદગીથી મળનારી વસ્તુઓ માટે ક્યારેય પુણ્યથી મળતી વસ્તુ ન છોડવી

477961961_wide

જ્યારે નાનો હતો ત્યારે મા ની પથારી ભીની કરતો હતો, હવે મોટો થયો તો માની આંખો ભીની કરું છું.

મા પહેલાં જ્યારે આંસુ આવતાં હતl ત્યારે તું યાદ આવતી હતી, આજે તુ યાદ આવે છે, તો આંખોમાં આંસુ છલકાય છે.

જે દીકરાઓના જન્મ પ્રસંગે માતા-પિતા એ ખુશી થી મીઠાઇ વહેંચેલી, એજ દીકરા જુવાન થઇ ને આજે માતા-પિતાની વહેંચણી કરે
દીકરી ઘરે થી વિદાય થાય અને હવે દીકરો મોં ફેરવે, માતા-પિતા ની કરૂણ આંખોમાં વિખરાયેલા સપનાં ની માળા તૂટે. ચાર વર્ષનો તારો લાડલો રાખે તારા પ્રેમની આશા, સાઠ વરસ નાં તારા માતા-પિતા કેમ ન રાખે પ્રેમ ની તૃષા?

જે મુન્ના ને માતા-પિતા બોલતાં શિખવાડ એજ મુન્નો મોટો થઇ માતા-પિતાને ચૂપ કરાવે.

પત્ની પસંદગી ની મળી શકે છે મા પુણ્ય થી જ મળે છે, પસંદગી થી મળનારી માટે, પુણ્ય ની મળનારી ને ના ઠુકરાવતો પોતાના પાંચ દીકરા જેને નહી લાગ્યા ભારી એજ માતા, દીકરાઓની પાંચ થાળીઓ મા કેમ પોતાને માટે શોધે દાણા. માતા-પિતાની આંખો મા આવેલાં આંસુ સાક્ષી છે, એક દિવસ તારે પણ આ બધું સહેવાનું છે. ઘરની દેવી ને છોડી, મુરખ પથ્થર પર ચુંદડી ઓઢાડવા શાને જવું છે.

જીવનની સંધ્યા માં તૂ આજ એની સાથે રહી લે જવા નીકળેલી છાંય નીતૂ આજે આશિષ લઇ લે એના અંધકારભર્યા રાહ માં સૂરજ થઇ ને રોશનીકર. ચાર દિવસ વધુ જીવવાની ઇચ્છા એનામાં નિર્માણ કર… તે માતાનુંદૂધ પીધું છે…. એની ફરજ અદા કર …. એનું કરજ અદા કર….

mom-hugging-son

પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી અને થોડી વૃધ્ધ પણ હોય છે. આપણામાં જ્યારે સમજણ આવી જાય છે ત્યારે કહી એ છીએ ‘મા , તને કંઈ સમજણ નથી પડતી’. પછી મા કશું બોલતી નથી ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને પોતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે. પછી એક દિવસે મા મરી જાય છે અને આપણે બે હાથ જોડીને કહી પણ શકતા નથી માફ કરી દેજે મા.

સ્ત્રીઓનાં બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર દોડી દોડીને એક વાર હાંફી જાઈ એ ત્યારે ઈચ્છા થાય છે માના વૃધ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની ત્યારે ખ્યાલ આવે છે મા તો મરી ગઈ છે.

Comments

comments


8,136 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 − = 1