સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષીણ ભાગમાં ગંગા નદીના સુંદરવન ડેલ્ટા સ્થિત વાધની સુરક્ષા અને બાયોસ્ફિયર રીઝર્વ ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ગાઢ ‘મેન્ગ્રોવ’ (ખારા પાણીમાં ઉગતું ઝાડ) ના જંગલોથી ઘેરાયેલ અને ‘રોયલ બંગાળ ટાયગર’ નો સૌથી મોટો સંરક્ષિત ક્ષેત્ર છે.
સુંદરવન નો ‘ડેલ્ટા’ એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. આસપાસ ના જંગલની હરિયાળીની વચ્ચે આવેલ સુંદરવન ની પ્રાકૃતિક ખુબસૂરતી જોવા માટે વેકેશનમાં અહી ઘણા બધા લોકો એકઠા થાય છે. સુંદરવન માંથી મળી આવતા જીવ-જંતુઓની સૂચી ખુબ લાંબી છે.
આ ઉદ્યાનમાં મોટાભાગમાં જીવજંતુઓ દુર્લભ જાતિના છે. ઉપરાંત આ અમુલ્ય ઉદ્યાનમાં સાંપની પણ સેકડો પ્રજાતિઓ છે. આમાંથી ઘણા બધા ભયંકર વિષેલા સાંપ છે. સુંદરવન ના આ તમામ પ્રાકૃતિક અને વન્ય સંસાધન રાષ્ટ્રીય નહિ, વિશ્વ વિરાસત છે.
પશ્ચિમ બંગાળના સુંદરવન ને ‘રોયલ બંગાળ ટાઈગર’ નું સૌથી મોટું ઘર માનવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઈફ લવર્સને આ પ્રાકૃતિક જગ્યા ખુબ જ ગમશે. અહી તમને એકદમ એકાંતનો અનુભવ થશે. બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલ સુંદરવન જંગલ અને પર્યાવરણની વિવિધતાઓ માટે વિશ્વભરમાં મશહૂર છે.
સુંદરવન માં આમતો ગરીબી છે પણ પશુઓના મામલામાં આને અત્યંત સમૃદ્ધ માનવામાં આવે છે. ‘સફેદ સમુદ્રી ગરુડ‘ ને સુંદરવન ની ખાસીયત માનવામાં આવે છે. અહીની નહેરોમાં લગભગ 120 પ્રકારની માછલીઓ મળી આવે છે.
ઉપરાંત આ ડેલ્ટાઇ એરિયામાં જલીય વનસ્પતિઓ પણ ખુબ અને અલગ-અલગ પ્રકારની મળી આવે છે.