પલાળેલી બદામ રાખશે તમને હાર્ટએટેકથી દૂર

Almonds will keep you away from heart attack

બદામનુ સેવન ફક્ત મગજ માટે જ જરૂરી નથી પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ બદામ ખૂબ જ ફાયદાકારક છે. એક અભ્યાસ મુજબ બદામનું નિયમિત સેવન ડાયાબિટીસ, બ્‍લડ પ્રેશર તથા હૃદયરોગ સંબંધી રોગોના ખતરાને ઓછું કરે છે અને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી રહે છે. ઘણાં અભ્યાસમાં એવુ માનવામાં આવ્યુ છે કે, બદામ પોષણનું પાવરહાઉસ છે. આમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્‍વો હોય છે. જે સંપૂર્ણ કોલેસ્‍ટ્રોલ ફ્રી છે. આજે જોઈએ પલાળેલી બદામ ખાવાથી તમને કેવા મોટા મોટા ફાયદા થાય છે.

દરરોજે સવારે જો ચાર બદામ પાણીમાં રાત્રે પલાળેલી ખાવામાં આવે તો તે લોહીની નસો સ્વસ્થ રાખે છે. અને તેને કારણે હૃદય રોગનું જોખમ ઘટે છે. હાલમાં જ થલેયાં એક રિસર્ચમાં આ વાત બહાર આવી છે.

Almonds will keep you away from heart attack

રાતના પાણીમાં પલાળીને બદામના સેવનથી સવારે વધારે ફાયદો થાય છે. પલાળેલી બદામથી એવા એન્જાઈમ રિલીજ થાય છે, જે તેમાં રહેલા ફેટને પચાવવામાં મદદ કરે છે.

નિયમિત સવારે 2 પલાળેલી બદામનું સેવન ચહેરાની રંગત અને વાળની ચમક વધારે છે. સાત દાણા બદામને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે છાલ ઉતારી પીસી લો. આ પેસ્ટને 250 ગ્રામ દૂધમાં નાખી થોડી વાર ઉકાળો. ત્યારબાદ તેને નીચે ઊતારી એક ચમચી ઘી અને બે ચમચી ખાંડ મેળવી ઠંડુ કરીને પીવો. 15-20 દિવસ સુધી આમ કરવાથી યાદદાસ્ત તેજ બને છે.
પલાળેલી બદામને કાળીમરી સાથે પીસીને અથવા ખૂબ જ ચાવીને ખાઓ અને ત્યારબાદ દૂધ પીવાથી મગજ સતેજ બને છે અને શરીરને તાકાત મળે છે.

બે બદામની કતરણ દૂધ કે સાકરની સાથે રોજ ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો. આવું કરવાથી શરીરની નબળાઈ દૂર થશે અને મગજ પણ તેજ બનશે.

Almonds will keep you away from heart attack

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,535 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 17

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>