પત્ની સાથે રોમાન્સ કરવામાં મદદરૂપ થશે આ ટીપ્સ

the-best-flowers-to-give-a-girl-u1

પતિ-પત્ની નો પ્રેમાળ સબંધ ઈશ્વરની એક અજોડ ભેટ હોય છે. લગ્ન થતા જ જીવનમાં ઘણા બધા સપના આંખો ની સામે નાચવા લાગે છે. આનંદ અને ખુશીઓથી જીવનની છેલ્લી ક્ષણ સુધી મજા માણી લેવાની ઈચ્છા થાય છે.

પરંતુ જેમ-જેમ સમય વીતતો જાય છે તેમ-તેમ આપણા સુખી દામ્પત્યજીવન માં પહેલા જેવી મજા નથી આવતી. જો શરૂઆતથી જીવનની છેલ્લી ક્ષણ સુધી ભરપુર મજા માણવી હોય તો અપનાવો આ જરૂરી ટીપ્સ જે તમારી રંગીન જિંદગીને વધારે રંગીન બનાવી દેશે.

* તમારી પત્ની ને શું ગમે છે ? તેનું અવલોકન કરો તેને સરપ્રાઈજ ગીફટ આપી તેને પ્રભાવિત કરો. જેમકે પત્ની ને ખુશ્બુદાર રોઝ, ગુલદસ્તો આપો. તેમાં પણ તમારી પત્ની માટે થોડી રોમેન્ટિક લાઈન વાળી નાની ચબરખી મૂકી તેનું દિલ જીતી શકો છો. તમારી પત્ની તમારા માટે કેટલી ખાસ છે ?

* તેનું કોઈ મનપસંદ રોમેન્ટિક સોંગ સંભળાવી તમારા દિલની વાત કહો. દુનિયાની સૌથી ખુબસુરત સ્ત્રી હોય તો એ છે તમારી પત્ની એવું તેને ફિલ કરાવો. ક્યારેક ક્યારેક તે કેટલી હોટ લાગે છે તેના વખાણ પણ કરો.

* તેને જમવામાં વધારે શું પસંદ છે તે જાણી તેને ફેવરીટ રેસ્ટોરન્ટમાં લંચ કે ડીનર માટે લઇ જાઓ. તમે તમારી પત્ની ની નાની-નાની એ દરેક વાતો જાણો કે જે તેને ખુબ જ પસંદ હોય છે. અને તમારા રોજીંદા જીવનમાં તેનો અમલ કરો.

7779913209_comment-attirer-l-attention-d-un-garcon-35

* પરફ્યુમ ની મહેક મહિલાઓને ઉતેજીત કરે છે અને સાથે સાથે સેક્સ સાથે આકર્ષિત પણ કરે છે. ઘણી વખત બાળકો ને કારણે કપલ્સને સેક્સ માટે સમય નથી મળતો અને તેથી જ સેક્સ લાઇફમાં અરૂચી થઇ જાય છે. પણ જો તમે તમારો પ્રેમ ફરીથી જગાવવા માંગતા હો તો તમારી પત્નીની પસંદગીનું પરફ્યુમ લગાવો. ઓફિસથી પાછા ફર્યા બાદ પત્ની સાથે દિવસ દરમિયાનની તેમજ તમારા બન્ને ની અંગત વાતોની નિખાલસપણે ચર્ચા કરો. એકબીજા માટે થોડો સમય કાઢો.

Good-Ideas-About-Sexy-Perfumes-For-Women

* સવારે તમારી પત્ની ને “Good Morning Darling” કહી ને તેમજ  એક પ્યારભરી  પપ્પી દઈને તમે તેના માટે કેટલા ખાસ છો તેનો અહેસાસ કરવો. તેમજ ઓફીસના ફ્રી સમયમાં પત્નીને રોમેન્ટિક મેસેજ કે ચેટીંગ તેમજ તમારી સેલ્ફી મોકલી તેની સાથે કનેક્ટેડ રહી શકો છો. જે તમારી બોરીંગ લાઈફમાં નવો રંગ ઉમેરશે અને તેની વધુ નજીક લઈ જવામાં મદદરૂપ થશે.

Good-Morning-Image

* તમારી પત્ની સાથે થોડી ફલર્ટ કરવાની ટેવ રાખો. ફલર્ટ કરવાથી મહિલાના શરીરમાં એક ખાસ પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જેનાથી રોમાન્સની અનુભૂતિ થાય છે. તેનાથી તમે તમારા પાર્ટનર ને સેક્સ માટે ઉતેજીત કરી શકો છો. તમારી પત્ની સાથે ખુલ્લા દિલથી વાતો કરો.

* જો તમે એવું ઈચ્છતા હોવ કે મારી પત્ની મને ખુબ પ્રેમ કરે તો સૌથી પહેલા તમારે પણ તમારી પત્ની નો ખુબ ખ્યાલ રાખવો જોશે. તેની જરૂરિયાત જાણવાની કોશિષ કરવી. તેને પણ થોડી સ્પેસ આપવી. જો તે થોડા દિવસ માટે તેના માં-બાપ ને ઘેર જવા માંગતી હોય તો તેને જવા દેવી.

* તમારી પત્ની સાથે અરીસા સમક્ષ પ્યાર કરો. પ્યાર નો એક નવા જ આનંદનો અહેસાસ થશે. આમ જોઈએ તો છોકરીઓને માત્ર મીઠી વાતો જ ગમે છે. તેની સાથે થોડી સેક્સી વાતો પણ કરો. પત્ની સાથે સેક્સની અંગત પળો માણવા માટે સેક્સ નો આનંદ માત્ર સંસર્ગથી સીમિત નથી. પણ સારી રીતે ફોર પ્લે સાથે સંકળાયેલો છે. સેક્સ પછી આપવામાં આવેલું એક પ્રેમભર્યું ચુંબન કે સ્પર્શ તેમજ આલીંગન કરવું તે સેક્સ ને વધુ શાનદાર બનાવે છે.

ee

Comments

comments


15,351 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7