પત્ની સાથે પહાડો ખૂંદવા ગૂગલના CFOએ છોડી નોકરી

Google CFO

વિશ્વના કોઈ પણ કર્મનિષ્ઠ કર્મચારી માટે ગૂગલમાં નોકરી કરવી એક સ્વપ્ન સમાન છે. ગૂગલ તેના કર્મચારીઓ સાથે જે રીતે પાર પાડે છે તે દુનિયાભરમાં જાણીતું છે, આવા સમયે ગૂગલના એક વરિષ્ઠ અધિકારીએ આપેલું રાજીનામું ખાસ કારણોસર ચર્ચામાં છે.

ગૂગલના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર પેટ્રિક પિકેટે પત્ની સાથે દુનિયા ફરવાના શોખ સામે નમતું જોખતા તેમની અત્યંત પ્રતિષ્ઠિત નોકરીને છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કંપનીને મોકલેલા તેમના રાજીનામામાં ખૂબ સંવેદનશીલ રજૂઆત કરી છે, જેને પગલે ગૂગલે પણ તેમને સમ્માન પૂર્વક વિદાય કરવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રિકે તેમના રાજીનામામાં લખ્યું છે, દુનિયા ખૂંદવાના આપણા સ્વપ્ન માટે હજી થોડો સમય રાહ હોવી પડશે, એવી દલીલ હું મારી પત્નીને નથી કરી શક્યો. સાત વર્ષથી આ ટોચની કંપનીમાં કામ કરતા પેટ્રિકે સ્પષ્ટ રીતે લખ્યું છે કે ઉંદરડાની રેસમાંથી બહાર નીકળવાનો યોગ્ય સમય ક્યારેય નથી આવવાનો. ગૂગલ પ્લસે મંગળવારે ૫૨ વર્ષિય અધિકારી પેટ્રિકનો પત્ર તેમના પેજ પર પોસ્ટ કર્યો છે, પત્ની ટમર સાથે પ્રવાસ માટે સમય ફાળવવાથી વધું સારું કારણ ન હોઈ શકે એવું ગૂગલે પણ સ્વીકાર્યું.

Google CFO

પેટ્રિકે તેમના પત્રમાં લખ્યું છે, ”આ ગરમીઓમાં હું અને ટમર અમારી ૨૫મી એનિવર્સરી ઉજવીશું. જો મારા બાળકોને તેમના મિત્રો અમારા સફળ અને લાંબા લગ્ન જીવનના રહસ્ય વિશે પૂછશે તો તેઓ મજાક ઉડાવશે કે અમે ખૂબ ઓછો સમય સાથે રહ્યા છે.”કાશ કે તેઓ જાણી શકશે કે અમે કેટલી સુંદર યાદો વહેંચી છે, તમારામાંથી કેટલા લોકોએ કહ્યું છે, તમે કેટલું લાંબો સમય સાથે રહ્યા છો..એક વાત તો સ્પષ્ટ છે કે હું તેની સાથે વધુ સમય ગાળવા વિતાવવા માંગુ છું, અને મારી પત્ની તેની હકદાર પણ છે. અમે ઘણું ગુમાવ્યું છે.”

પેટ્રિક તેમના હવે પછીના સમયમાં પત્ની સાથે પ્રવાસ ખેડવા, સાહસો કરવા અને દુનિયા ખૂંદવા માટે કાયમ માટે કંપની પાસેથી રજા માંગી લીધી છે. વધુમાં તેમણે કપંનીને નવો CFO શોધી આપવા માટેની તૈયારી પણ દર્શાવી છે.

Comments

comments


3,793 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 11