પત્ની સાથે થતા ઝઘડા દુર કરવાના સિમ્પલ Funda!!

372095

*  એ કારણ વગર ‘ક્યુટ’ બનવાની કોશિશ કરતી હોય ત્યારે સાવચેત રહેવું.

*  તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય…. ત્યારે બધુંજ સાચેસાચું કહી દેજો, એ સમય રોમાન્ટિક થવાનો નથી.

*  એ જો આંખો નચાવતા નચાવતા ‘તુઝે ઝમીંપે બુલાયા ગયા હૈ મેરે લીયે…’ ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો.

*  ‘ઘરકામમાં મદદ’ નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું. સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે.

*  ‘ચુપચાપ બેસો’ આ વાક્ય તમને કે.જી. – નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે. આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો.

*  એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ ‘લેસન’ બતાવી દેજો.

*  ‘જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની’ – આ નવી કહેવત યાદ રાખો. કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે, માટે સાચું જ બોલવાનો નિયમ રાખો.

*  ‘એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે’ આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નોનો વિગતવાર જવાબ આપો. એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ પ્રશ્નના જવાબની શરૂઆતના બે વાક્યો સવાલ સંબંધિત રાખીને પછી ફિલ્મી ગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે.

*  તમારા કાંસકા માંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સે થવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોના આશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં સુવાના તમને અભરખા હતા.

*  પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ.

man-flirting-with-waitress

*  ‘ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ’ – આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અને સારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટ માંથી બચી જશો. શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં.

*  એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલેએ પાંચ માંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.

*  એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલના ચાર્જર, કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદામોજા, હેન્કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ.

*  થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો. દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલોમાં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતા કપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે.

*  ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ, મેક્સિકન કે કોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવા એ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ.

*  પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ.

*  કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે ‘સાવરણી ઉભી કેમ મૂકી’ એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે.

*  લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે.

*  વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે.

*  ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો.

*  ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિત કરવાની તમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતે જ નિર્દોષ હોય છે અને આ વાત તમારા ભેજામાં ન ઉતરતી હોયતો તમે સુખી થઇ રહ્યા બોસ.

*  એમની અદાઓ ને વખાણતા રહેવી. આ વિષયે માથું ખંજવાળવાની ક્રિયાને પણ અદા જ ગણવી.

*  આ બધું કરવા છતાં પણ અમારે ઘરમાં ઝઘડા થાય છે અને પત્ની વાસણો પછાડે છે. તો અમારે શું કરવું એનો ઉપાય પણ અમે શોધ્યો છે અને જાતે અજમાવી પણ જોયો છે.

ઉપાય સાદો છે:-

*  પત્ની જ્યારે ગુસ્સામાં વાસણો પછાડતી હોય ત્યારે તમે તમને આવડતા હોય એ ષ્લોક મોટા અવાજે બોલવાનું ચાલુ કરી દે જો. આથી પડોશીઓને લાગશે કે ઘરમાંઆરતી થાય છે. ઘરમાં કયા દેવની પૂજા થાય છે એ કોઈને કહેતા નહી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,233 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>