પતિ-પત્નીમાં થતી તકરારને કેવી રીતે ટાળશો?

1024x600_5દરેક યુગલ પોતાનું લગ્નજીવન આનંદ ઉલ્લાસમય વીતે એવું ઇચ્છે છે. એવા બહુ ઓછા કિસ્સા હોય છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડા ન થતા હોય. એમાં પણ આજના આધુનિક સમયમાં તો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી તકરારોનું, પ્રમાણોનું પ્રમાણ વધી જાય છે. બાળકોની સાચવણીથી માંડીને આર્િથક પાસું, ઘરકામ, પરિવારના સભ્યો, એકબીજાની પસંદ-નાપસંદ જેવી અનેક બાબતોને લઈને તકરારો થતી રહે છે, પરંતુ જો આ તકરારો રોજે-રોજ થતી હોય, તેનાથી એકબીજા વચ્ચે અંતર આવી ગયું હોય,કડવાશ વ્યાપી ગઈ હોય તો તમારે આ તકરારોને શક્ય એટલી જલદી ઉકેલવાની જરૂર છે. એકબીજાને સમજીને કેટલીક બાબતો ટાળવાથી આવા મોટા ઝઘડાઓમાંથી બચી શકાય છે.

દોષારોપણ ટાળો : પતિ-પત્ની વચ્ચે જે બાબતને લઈને ઝઘડો થાય છે તે વાતો હંમેશાં ટાળવી જોઈએ. એવાં કેટલાંય દંપતી છે,જેઓ ખૂબ નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ બનાવી દે છે. એકબીજાના દોષ અને અવગુણોની ચર્ચા ટાળવી જોઈએ. જે બાબતોથી તમારા વચ્ચે પ્રેમ ન જળવાય, કડવાશ ઊભી થાય તેવી વાત કરવાનું ટાળવું એ જ સમજદારીભરી વાત છે.

માફ કરો : જો પાર્ટનરથી કોઈ ભૂલ થાય તો જેટલી જલદી માફી આપશો તેટલાં જલદીથી ઝઘડાનો અંત આવશે. મોટા ભાગે પાર્ટનરથી ભૂલ થયા બાદ દિવસો સુધી રિસામણાં-મનામણાં ચાલતાં હોય છે. આમ ને આમ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઝઘડામાં સુલેહ થતી નથી. એટલે જો જ્યારે પણ તમારા પાર્ટનરથી ભૂલ થાય ત્યારે તરત જ માફ કરો અથવા તમારી ભૂલ હોય ત્યારે પણ માફી માગી લો. આનાથી જે-તે તકરારનો અંત તરત જ આવી જશે. કોની ભૂલ થઈ છે અને કોણ સાચું હતું એના કરતાં તમારા લગ્નજીવનમાં આનંદ વધુ મહત્ત્વનો છે એ બાબત હંમેશાં યાદ રાખો.

એકબીજા સાથે સમય ગાળો : પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ મોટા ભાગે એવું બને છે કે બંને એકબીજાથી જુદાં રહીને સમય વીતાવે છે, અને સામે આવવાનું ટાળે છે, પરંતુ આવું કરવાથી તકરારનો કોઈ ઉકેલ મળતો નથી. એટલે શક્ય હોય તો એકબીજા સાથે સમય વીતાવો અને પાર્ટનરના કામમાં મદદ કરો.

તમારા પાર્ટનરને ધ્યાનથી સાંભળો : મોટા ભાગે એવું થાય છે કે પતિ-પત્ની વચ્ચે તકરાર થાય ત્યારે બંને એકબીજાની વાત સાંભળ્યા વિના દોષારોપણ કરે છે. આવી સ્થિતિમાં ઘણી વાર ગુસ્સામાં એવી વાત કહેવાઈ જાય છે કે તેનાથી પાર્ટનરને કાયમનો ખટકો રહી જાય છે. એટલે આવા સમયે તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળવી જેનાથી થયેલી ગેરસમજણ દૂર થઈ શકે.

લગ્ન અગાઉની વાત કરવાનું ટાળો : તકરાર દરમિયાન સહજ રીતે લગ્ન અગાઉની વાત પણ છેડાઈ જાય છે. જ્યારે લગ્ન પહેલાંની વાત થાય ત્યારે ઘણી વાર પાર્ટનરના પાછલા જીવનની વાતો નીકળે છે. આ બાબત તમારા પાર્ટનરને હર્ટ કરી શકે છે એટલે લગ્ન પહેલાંની વાત ન કરવામાં જ સમજદારી છે.

jaya-amitabh-bachchan_5

સત્ય કરતાં લગ્નજીવનને મહત્ત્વ આપો :

એટલું યાદ રાખો કે તમારા સત્ય કરતાં તમારું લગ્નજીવન વધુ મહત્ત્વનું છે, એટલે તમારા પાર્ટનર સાથે નાહકની દલીલબાજી કર્યા વિના ચૂપ રહો. તમારા પાર્ટનર સામે ખોટા પડવા કે પછી હાર સ્વીકારી લેવામાં કશું ખાટુંમોળું થઈ જતું નથી એટલે બને ત્યાં સુધી આવી દલીલોમાં ન પડો અને જો થાય તો પછી પાર્ટનરની વાત સ્વીકારી એને મીઠું સ્મિત આપો અને ઝઘડાનો અંત આણો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,770 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>