ન ગૂગલ ન FB, આ કંપનીઓ કર્મચારીઓને આપે છે સૌથી વધુ પગાર

1_1427268714

દુનિયાભરમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધવાથી સોફ્ટવેર એન્જિનીયરોની માગ સતત વધી રહી છે. સોફ્ટવેર કંપનીઓ પોતાને ત્યાં નોકરી કરનારા ઇજનેરોને ઘણો વધુ પગાર આપે છે. હવે દુનિયાની ઘણી વિખ્યાત કંપનીઓમાં વધુમાં વધુ પગાર પર ઇજનેરોને નોકરી આપવા પડાપડી કરી રહી છે.

ગ્લાસડોરે

ગ્લાસડોરે સૌથી વધુ પગાર આપતી કંપનીઓની એક યાદી રજૂ કરી છે. આ અહેવાલ અનુસાર સૌથી જાણીતી કંપનીઓ જેમ કે, ફેસબુક અને એપલ ઇંક ટોપ 5માં પણ સામેલ નથી. આ અહેવાલ મુજબ અમેરિકાની નેટવર્કિંગ ઉપકરણ બનાવતી કંપની જુનિપર પ્રથમ સ્થાન પર છે. આ કંપની પોતાના સોફ્ટવેર ઇજનેરોને સૌથી વધુ પગાર આપે છે.

જુનિપર આપે છે એક કરોડ રૂપિયા

આ અહેવાલ અનુસાર, અમેરિકાની નેટવર્કિંગ ઉપકરણ બનાવતી કંપની જુનિપર પોતાના ઇજનેરને સરેરાશ (1,59,999 ડોલર) લગભગ એક કરોડ રૂપિયા પગાર આપે છે. આ કંપનીનું હેડક્વાટર અમેરિકાના સનીવેલ, કેલિફોર્નિયામાં આવેલું છે.

લિંકડિન

2_1427268714

આ યાદીમાં બીજા નંબર પર છે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ કંપની લિંકડિન. આ કંપની પોતાના સોફ્ટવેર એજનેરોને સરેરાશ (136427 ડોલર) લગભગ 85 લાખ રૂપિયા કરતાં વધુ પગાર આપે છે. આ કંપનીની શરૂઆત 2003માં કરવામાં આવી હતી. આ વેબસાઇટ સામાન્ય રીતે પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ છે.

યાહુ

વિશ્વની વિખ્યાત સર્ચ એન્જિન યાહુ આ યાદીમાં બીજા નંબર પર છે. આ અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપની છે. યાહુ પોતાના ઇજનેરને 130312 ડોલર (લગભગ 81 લાખ રૂપિયા) કરતાં વધુ પગાર આપે છે. આ કંપનીને વેબ પોર્ટલ અને સર્ચ એન્જિનના રૂપમાં પ્રસિદ્ધિ મળી છે. તેની સાથે જ આ કંપનીના યાહુ મેઇલ, યાહુ ન્યૂઝ, યાહુ ડિરેક્ટરી, યાહુ ફાઇનાન્સ, યાહુ ગ્રુપ્સ, યાહુ ઉત્તર, એડવરટાઇઝિંગ, ઓનલાઇન મેપિંગ, વિડિયો શેરિંગ, સ્પોર્ટ્સ અને સોશ્યલ મીડિયા વેબપાઇટ પર જાણીતી છે.

4_1427268714

ગૂગલ

ચોથા નંબર પર છે અમેરિકાની મલ્ટીનેશનલ કંપની અને વિશ્વનું વિખ્યાત સર્ચ એન્જિન ગૂગલ. તેની સાથે જ ગૂગલ સર્ચ, ક્લાઉડ કોપ્યુટિંગ, સોફ્ટવેર અને ઓનલાઇન એડવર્ટાઇઝિંગ ટેક્નોલોજીમાં પણ આ કંપની ઘણી આગળ છે. આ કંપની પોતાના ઇજનેરને (1,27,153 ડોલર) લગભગ 79 લાક રૂપિયા પગાર આપે છે.

ટ્વિટર

પોતાના સોફ્ટવેર ઇજનેરને સૌધી વધુ પગાર આપતી કંપનીઓની યાદીમાં ટ્વિટર પાંચમાં ક્રમ પર છે. આ કંપની પોતાના કર્મચારીઓને (1,24,863 ડોલર) લગભગ 78 લાખ રૂપિયા પગર આપે છે. ટ્વિટર એક સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ છે. આ સોશ્યલ સાઇટના માધ્યમથી કોઈપણ વ્યક્તિ ટ્વિટ દ્વારા પોતાની વાત અન્ય વ્યક્તિ સુધી પહોંચાડે છે.

6_1427268716-1

એપલ ઇંક

આ યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે. અમેરિકાની મલ્ટીનેશનલ કંપની એપલ ઇંક પોતાના કર્મચારીઓને (1,24,630 ડોલર) લગભગ 77 લાક રૂપિયા કરતા વધુ પગાર આપે છે. આ કંપની ગ્રાહકો માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ડિઝાઇન અને ઉત્પાદન કરે છે જેમ કે, આઇપોડ, આઇફોન, આઇપેડ અને મેક કોમ્પ્યુટર. તેની સાથે જ તે ઓપરેટિંગ સિસ્ટમ્સ પણ તૈયાર કરે છે.

ઓરેકલ કોર્પોરેશન

પોતાના ઇજનેરને (1,22,905 ડોલર) લગભગ 76 લાખ રૂપિયાથી વધુ પગાર આપતી ઓરેકલ કોર્પોરેશન આ યાદીમાં સાતમાં સ્થાન પર છે. આ અમેરિકાની મલ્ટીનેશનલ કંપની કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ્સ બનાવે અને વેચે છે. તે માઇક્રોસોફ્ટ બાદ દુનિયાની બીજા નંબરની સોફ્ટવેર પ્રોડક્ટ્સમાંથી સૌથી વધુ આવક કરનારી કંપની છે.

8_1427268718

વોલમાર્ટ

દુનિયાભરમાં રિટેલ ડિપાર્મેન્ટલ સ્ટોર્સથી પોતાની ઓળખ ઉભી કરનારી વોલમાર્ટ કોર્પોરેશન પોતાના કંપનીના ઇજનેરોને (1,22,110 ડોલર) લગભગ 76 લાખ રૂપિયાનો પગાર આપે છે. આ કંપનીના દુનિયાભરમાં રિટેલ ઉત્પાદનોના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને વેરહાઉસ છે. આ પણ મૂળ અમેરિકાની મલ્ટીનેશનલ કંપની છે.

ફેસબુક

ફેસબુક આ યાદીમાં નવામાં ક્રમ પર છે. ઓનલાઇન સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ કંપની પોતાના કર્મચારીઓને (1,21,507 ડોલર) લગભગ 75 લાખ રૂપિયાથી વધુ પગાર આપે છે. આ કંપનીની શરૂઆત 4 ફેબ્રુઆરી 2004માં થઈ હતી. તેના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ છે. આ વેબસાઇટનું નામ કેટલાક અમેરિકાની યૂનિવર્સિટીમાં વહેંચવામાં આવેલ પુસ્તકોના નામ પર રાખવામાં આવ્યું છે, જે એક બીજાને ઓળખવામાં મદદ કરે છે.

10_1427268725

ઇંટીગ્રલ

ઇંટીગ્રલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પોતાના સોફ્ટવેર ઇજનેરને (1,17,927) લગભગ 73 લાખ રૂપિયાથી વધુ પગાર આપે છે. આ કંપની વિદેશી ચલણ માટે બહુપક્ષીય વેપાર નેટવર્કની સુવિધા આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,651 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>