નોકિયા એ ટેક માર્કેટમાં જબરદસ્ત ફીચર્સ સાથે લોન્ચ કર્યો સૌથી સસ્તો ફોન

nokia3310launchedinindiapricefeaturesandmore-16-1494913002

નોકિયા એ એક જમાનામાં ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ Nokia 3310 ને સ્ટાઈલીશ અવતારમાં ફરીવાર ભારતમાં લોન્ચ કર્યો છે. ભારતમાં નોકિયાની કંપની HMD Global એ આ ફોનને ફક્ત ૩૩૧૦ માં જ લોન્ચ કર્યો છે.

આ ફોન નોકિયા ના ક્લાસિક ફીચરફોન ૩૩૧૦ નું રિડીઝાઈન મોડેલ છે. નોકિયાના આ નવા ફોનને HMD ગ્લોબલ નામની કંપનીએ બનાવ્યો છે. તમને આ ફોન બધા જ ભારતીય મોબાઈલ સ્ટોર્સમાં સરળતાથી મળી રહેશે. આને ચાર અલગ અલગ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

નોકિયા ના આ ફોનનું નામ તેની પ્રાઈઝ ની જેમ જ ૩૩૧૦ રાખવામાં આવ્યું છે. નોકિયા ૩૩૧૦ (૨૦૧૭) માં તમને ૨.૪૦ ઇંચ નું ૨૪૦*૩૨૦ પીક્સલ ડિસ્પ્લે અને ૨ મેગાપિક્સેલ નો રીયર કેમેરો મળશે. નોકિયા નો આ ફોન વિન્ડોઝ ફોન છે તેથી તમને આમાં ટચસ્ક્રીન નો લાભ નહી મળે.

આ ફોનની બેટરીનું વજન ૭૯.૬ ગ્રામ છે. ઉપરાંત કનેક્ટિવિટી ઓપ્શન્સમાં તમને માઈક્રો યુએસબી, ૩.૫ એમએમ ઓડિયો/વિડીયો કનેક્ટર, બ્લુટુથ ૩.૦ ની સાથે SLAM આપવામાં આવ્યું છે. ઉપરાંત આમાં યુઝર્સને એક એલઇડી ટોર્ચ પણ આપવામાં આવી છે.

ફોનની બેટરી બહુ શાનદાર છે. 1200mAh રીમુવેબલ બેટરી વાળા આ ફોનને લઈને કંપનીનો દાવો છે કે આ ૨૨ કલાક સુધીનો ટોકટાઈમ આપશે. નોકિયા ૩૩૧૦ માં હેડફોન જૈક, એફએમ રેડિયો, mp૩ પ્લેયર જેવા કનેક્ટિંગ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. ગેમ ની વાત કરીએ તો આમાં સ્નેક ગેમ છે, જે એક નવા અંદાજમાં છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,541 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13