નોકિયા નું નવું ટેબ્લેટ થયું લૌંચ

નોકિયાએ પોતાનું પહેલું ટેબલેટ કર્યું લોન્ચ.પોતાના હેડસેટ અને સર્વિસ બિઝનેસને માઇક્રોસોફ્ટને વેચવાના એક વર્ષની અંદર નોકિયાએ તાઇવાનની કંપની ફાક્સકોન સાથે કરાર કર્યો છે. કરાર અંતર્ગત બંને કંપનીઓએ ભેગા મળીને નવું ટેબલેટ એન-1 રજૂ કરી કર્યું છે. નવા ટેબલેટ સાથે મોબાઇલ ઉપકરણ ક્ષેત્રમાં પગ મુક્યો છે. નોકિયાએ આ વર્ષે ઉપકરણ બિઝનેસમાં માઇક્રોસોફ્ટને 7.2 અબજ ડોલરમાં વેચી દીધી હતી. ત્યાર પછી રજૂ કરવામાં આવેલું આ પહેલું ટેબલેટ છે. 

ઉલ્લેખનીય છે કે નોકિયાના આ પહેલા ટેબલેટમાં એન્ડ્રોઇટનું લોલીપોપ વર્ઝન ધરાવે છે. એપલ આઇફોન બનાવનાર ફાક્સકાન ઇન્જીનિયરિંગ, વેચાણ અને ગ્રાહક સેવાના સંપૂર્ણ બિઝનેસ માટે જવાબદાર રહેશે.

નોકિયાના એન-1 ટેબલેટ ચીનમાં 2015ના પ્રથમ ત્રિમાસીકમાં 249 ડોલરમાં ઉપલબ્ધ થશે. આ કિંમતમાં ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ નોકિયાના આ ટેબને દુનિયાના વિવિધ દેશોમાં રજૂ કરવામાં આવશે. નોકિયા ટેક્નોલોજીના પ્રમુખ (પ્રોડક્શન) સેબેસ્ટિયન નાઇસ્ટ્રામના એક નિવેદન પ્રમાણે એન-1 એન્ડ્રોઇડ ટેબલેટની સાથે નોકિયા બ્રાન્ડને ગ્રાહકો માટે બજારમાં ફરીથી લાવવાથી ખુશ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,652 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 1 =