જાણો Google નાં સૌથી તાકાતવર ભારતીય વિષે

305 million were not leaving a job, this is Google's most powerful Indian

આ મહિનાના અંતમાં ગૂગલ I/O કોન્ફરન્સ યોજવા જઇ રહી છે. 28 મેથી શરૂ થનારી આ કોન્ફરન્સમાં એન્ડ્રોઇડનુ આગામી વર્જન (એન્ડ્રોઇડ M 6.0) લોન્ચ થઇ શકે છે. એન્ડ્રોઇડ પ્રોજેક્ટમાં એક મોટુ નામ સુંદર પિચાઇ નુ છે. ગત વર્ષે એન્ડ્રોઇડ L (એન્ડ્રોઇડ લોલીપોપ 5.0) પણ પિચાઇ દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ હતુ.સુંદર પિચાઇ જે પહેલા ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ(એન્ડ્રોઇડ, ક્રોમ અને એપ્લ ડિવિજન) હતા. ઓક્ટોમ્બરમાં કંપનીની નવી પ્રોડક્ટના ચીફ બન્યા હતા. સુંદર પિચાઇનુ ટેક વર્લ્ડમાં એક મોટુ નામ છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપમેન્ટમાં તેમની મોટી ભુમિકા રહી છે. સુંદર પિચાઇ છેલ્લા દસ વર્ષથી ગૂગલમાં કામ કરી રહ્યા છે.  આજે Janvajevu.com તમને સુંદર પિચાઇ વિશે કેટલીક વાતો જણાવી રહી છે જે કદાચ તમે નહી જાણતા હોવ.

બે રૂમનુ હતુ ઘર

ચેન્નાઇમાં બે રૂમ વાળા ઘરમાં રહેતા સુંદર પિચાઇના પરિવારમાં મનોરંજન માટે નાતો ટીવી હતુ અને નાતો ફરવા માટે કાર અને ટેલીફોન. શીક્ષણમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો ફાદયો સુંદર પિચાઇને ત્યારે મળ્યો જ્યારે તેમણે આઇઆઇટી ખડગપુરમાં વિશેષ સીટ મળી. ત્યાથી એન્જિનિયરિંગનુ શીક્ષણ પુરૂ કર્યા બાદ તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી અને તેઓ અમેરિકા આગળની સ્ટડી માટે ગયા. એ વખતે પરિવારની આર્થિક સ્થિતી એટલી ખરાબ હતી કે તેમના પિતાએ વિમાનની ટીકિટ માટે લોન લીધી હતી.

ગૂગલે આપ્યા 50 મિલિયન ડોલર

mensxp.com ના રિપોર્ટ પ્રમાણે, ટ્વિટરે 2011 માં પિચાઇને જોબ ઓફર કરી હતી. પરંતુ ગૂગલે 50 મિલિયન ડોલર(લગભગ 3053250000 રૂપિયા અથવા 305 કરોડ રૂપિયા)આપીને રોક્યા હતા
સુદર પિચાઇ એક એવુ વ્યક્તિત્વ છે જેમણે ઓછા સમયમાં મોટુ નામ કમાયુ છે. ગયા વર્ષે તેમનુ પ્રમોશન થયુ હતુ અને તેમને ગૂગલ એન્ડ્રોઇડના હેડ બનાવવામાં આવ્યા હતા. હવે એન્ડ્રોઇડમાં તેમનો રોલ મહત્વપુર્ણ માનવામાં આવે છે. એન્ડ્રોઇડ ક્રોમ અને એપના સિનિયર વાઇસ પ્રેસિ઼ડેન્ટ બની પિચાઇએ ગૂગલની કેટલીય મહત્વપુર્ણ પ્રોડક્ટને ઇનોવેટ કરી છે. પિચાઇને ગૂગલનો બીજો વ્યક્તિ માનવામાં આવે છે. આવો જાણીએ સુંદર પિચાઇ વિશે.

જન્મ 

– સુંદર પિચાઇનો જન્મ ચેન્નાઇમાં 1972માં થયો હતો અને હાલમાં તેઓ 42 વર્ષના છે.

– તેમનુ અસલી નામ પિચાઇ સુદરાજન છે. પરંતુ સુંદર પિચાઇ નામથી બધા લોકો તેમને ઓળખે છે.

– તેમને વર્ષ 2004માં ગૂગલ જોઇન કર્યુ હતુ. તે સમયે તેઓ પ્રોડક્ટ અને ઇનોવેશન ઓફિસર હતા.

305 million were not leaving a job, this is Google's most powerful Indian

શીક્ષણ

-પિચાઇને પેન્સિવેલિયા યૂનિવર્સિટીમાં સાઇબેલ સ્કોલર નામથી ઓળખવામાં આવતા હતા.

-પિચાઇએ પોતાની બેચલર ડિગ્રી આઇઆઇટી, ખડગપુર માંથી પુર્ણ કરી હતી. તેમની બેન્ચમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

– US સ્ટેન્ડફોર્ટ યુનિવર્સિટીમાંથી MS ડિગ્રી મેળવી હતી અને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી અને વોર્ટોન યુનિવર્સિટી માંથી MBA કર્યુ હતુ.

અમેરિકામાં સંઘર્ષ

1995 માં સ્ટેનફોર્ડ પહોચેલા સુંદર આર્થિક રીતે ખુબજ નબળા હતા એવી સ્થિતીમાં તેઓ પેઇંગેસ્ટ તરીકે રહેતા હતા. રૂપિયા બચવાવા માટે તેમણે જુની વસ્તુનો ઉપયોગ કર્યો હતો પરંતુ શિક્ષણમાં કોઇ પણ બાંધછોડ નહોતી કરી. તે પીએચડી કરવા માંગતા હતા. પરંતુ પરિસ્થિતી એવી બની કે તેમણે પ્રોડક્ટ મેનેજર તરીકે એપ્લાયડ મટીરિયલ્સ (Applied Materials) ઇંકમાં નોકરી કરવી પડી. પ્રસિદ્દ કંપની મેક્કિંસે (McKinsey) માં કંન્સલ્ટેન્ટ તરીકે કામ કર્યુ ત્યા સુધી તેમની કોઇ ઓળખ નહોતી.

305 million were not leaving a job, this is Google's most powerful Indian

ગૂગલે બદલ્યુ ભવિષ્ય

સમય બદલાયો અને 1 એપ્રિલ 2004 ના રોજ તેમણે ગૂગલ જોઇન કર્યુ. સુંદરનો પહેલો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન શાખામાં ગૂગલ સર્ચ ટુલબારને સારૂ બનાવી બીજા બ્રાઉઝરના ટ્રાફિકને ગૂગલ પર લાવવાનો હતો. એ દરમિયાન તેમણે એક સલાહ આપી કે ગૂગલે પોતાનુ એક બ્રાઉઝર લોન્ચ કરવુ જોઇએ. આ એક આઇડિયાના કારણે ગૂગલના સંસ્થાપક લેરી પેજની નજરમાં આવી ગયા. બસ અહિયાથી તેમની અસલી ઓળખ બનવાની શરૂ થઇ ગઇ. 2008 થી લઇને 2013 સુધી સુંદર પિચાઇના નેતૃત્વમાં ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમનુ સફળ લોન્ચિંગ થયુ અને ત્યાર બાદ એન્ડ્રોઇડ માર્કેટે તેમને દુનિયાભરમાં પોપ્યુલર કરી દીધા.

કેટલાય ક્રિએશન કર્યા

-સુંદરે ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ એપ અને ગૂગલ વીડિયો કોડેકનુ ક્રિએશન કર્યુ છે.
-તેમાના દ્વારા બનાવવામાં આવેલા ક્રોમ ઓએસ અને એન્ડ્રોઇડ એપે તેમને ગૂગલના ટોપમાં પહોચાડી દીધા
-ગયા વર્ષે એન્ડ્રોઇડ ડિવિઝન તેમની પાસે આવ્યુ અને તેમને ગૂગલના બીજા બિઝનેસને પણ આગળ વધારવા માટે પોતાનુ યોગદાન આપ્યુ. ગૂગલ અને સેમસંગ વચ્ચેની પાર્ટનરશિપ વચ્ચે સુંદર પિચાઇની મોટી ભુમિકા રહી હતી.

પ્રોડક્ટ મેનેજરના રૂપમાં

-પ્રોડક્ટ મેનેજરના રૂપમાં જ્યારે તેમણે ગૂગલ જોઇન કર્યુ હતુ ત્યારે ઇન્ટરનેટ યુઝર્સ માટે એક રિસર્ચ કર્યુ હતુ. જેથી યુઝર જે ઇંસ્ટોલ કરવા માંગે છે. તે જલ્દીથી થઇ જાય. જો કે આ કામ સરપ્રદ નહોતુ તેમ છતા પોતાની જાતને સાબિત કરવા માટે તેમણે અન્ય કંપનીઓ સાથે સારા સબંધો બનાવ્યા, જેથી કરીને ટુલબારને વધારે સારૂ બનાવી શકાય
-ત્યાર બાદ તેમણે પ્રોડક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટ બનાવવામાં આવ્યા હતા. 2011માં જ્યારે લેરી પેજ ગૂગલના સીઇઓ બન્યા ત્યારે તેમણે તરત જ સુંદર પિચાઇને પ્રોમોડ કરીને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવી દીધા
-આજે પિચાઇ પેજ માટે મહત્વપુર્ણ વ્યક્તિ છે અને હંમેશા તેમની સાથે મીટિંગમાં જાય છે.
-તેમણે પેજ સાથે વોટ્સએપના સીઇઓ જેન કોમ સાથે મુલાકાત કરી હતી અને એ વાત માટે રાજી કર્યા હતા કે મેસેજિંગ સ્ટાર્ટઅપ ફેસબુકને વેચે. એવી જ રીતે તેમણે Nest’s ના ટોની ફેડલને (Tony Fadell) ગૂગલ જોઇન કરવા માટે મનાવ્યા હતા.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,528 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>