નૈનિતાલ જશો તો ત્યાંની દિલકશ જગ્યા તમારું મન મોહી લેશે, એકવાર તો અહી અવશ્ય જવું.

nainital

આપણા દેશના પ્રમુખ સ્થાનમાં નૈનિતાલની ગણતરી કરવામાં આવે છે. ફ્રેન્ડ્સની સાથે હરવા-ફરવાનો પ્લાન બનાવવો હોય કે હનીમૂનમાં જવું હોય તો સૌથી પહેલા આપણા મગજમાં નૈનિતાલ નું નામ જ આવે. ખરુંને મિત્રો! ઉનાળામાં નૈનિતાલની સુંદરતા અને શીત હવામાન પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. શિયાળોમાં નૈનિતાલમાં બરફવર્ષ અને શિયાળુ રમતોત્સવના દીવાનાઓ માટે નૈનિતાલ સ્વર્ગ સમાન બની જાય છે.

અહીનું મુખ્ય આકર્ષક છે ચારે બાજુથી ગાઢ વૃક્ષોમાં ઘેરાયેલ ઊંચા પર્વતોમાંની ટેકરીઓમાં નૈનિતાલ દરિયાની સપાટીથી 1983 મીટરની ઊંચાઇ પર આવેલું છે. કહેવામાં આવે છે એક સમયે નૈનિતાલમાં 60 કરતાં વધુ તળાવો હતા. અહી ચારો તરફ ગ્રીનરી (હરિયાળી) ની બ્યુટી છલકાય છે.

નૈનિતાલ વિષે…

635507682324747832_M

નૈનિતાલ ને નૈનિતાલ એટલા માટે કહેવામાં આવે છે કારણકે અહી ‘નૈના દેવીનું મંદિર’ આવેલ છે. નૈની શબ્દનો અર્થ ‘આંખોની આકૃતિ’ એટલેકે લેક (તળાવ) થાય છે. બરફથી છવાયેલા પર્વતોની વચ્ચે તળાવોથી ધેરાયેલ નૈનિતાલ ઉત્તરાખંડ રાજ્યનું પ્રસિદ્ધ ‘હનીમૂન સ્પોટ’ છે.

નૈનિતાલમાં સ્નો વ્યુ, નૈનિતાલ ઝૂ, રાજ ભવન, હિમાલય દર્શન પોઈન્ટ,  ગવર્નર હાઉસ, હનુમાનગઢી મંદિર, વેધશાળા, નૈના પીક અને નૈના દેવી મંદિર વગેરે જોવાલાયક જગ્યાઓ છે. અહીનું પ્રખ્યાત તળાવ નૈના તળાવ છે જેને ‘તાલ’ પણ કહેવામાં આવે છે. મનોરંજન માટે અહી રાઇડિંગ, રાજ ભવન, કેવ ગાર્ડન અને સાહસિક રમતોનો આનંદ માણી શકો છો.

આમ તો હરવા-ફરવા માટે ભારતમાં ઘણી બધી જગ્યાઓ છે પણ નૈનિતાલ જેવી તો મજા તમને બીજે ક્યાય નહી આવે. અહીના દિલકશ નઝારાઓ પર્યટકોને પોતાની તરફ સંમોહિત કરે છે. તમે એક વાર અહી જશે તો તમે બીજીવાર જયારે પ્રવાસે જશો તો અહી જવાનું જ મન થશે.

નૈનિતાલમાં બતકોના ઝુંડ, કલરફૂલ બોટ અને ઉપરથી વરસતી ઠંડી હવા અહીના અદભૂત અને ક્યારેય ન ભૂલી શકાય તેવા ભવ્ય નઝારા પ્રકટ કરે છે. અહી તમને નીરવ શાંતિ અને પ્રકૃતિના ખોળામાં રહેવાનો અહેસાસ થશે.

કહેવાય છે કે નૈનિતાલ ના તાલનું પાણી ખુબજ ચોખ્ખું (સાફ) છે જેના કારણે પર્વતો અને વૃક્ષોનું પ્રતિબિંબ દેખાય છે. આકાશમાં છવાયેલ વાદળોને પણ તાલના પાણીમાં જોઈ શકાય છે.

નૈનિતાલના પાણીની ખાસીયત એ છે કે અહીનું પાણી મોસમ અનુસાર બદલાયા કરે છે જેમકે, ઉનાળાના લીલુ, વરસાદમાં ધૂડવાળું ગંદુ અને શિયાળોમાં આછા બ્લ્યુ રંગનું દેખાય છે. અહીનું વાતાવરણ હમેશા એટલે કે બધી ઋતુમાં ખુશનુમા રહે છે.

ધાર્મિક માન્યતા અનુસાર માનવામાં આવે છે કે નૈનિતાલમાં ડૂબકી મારવાનું મહત્વ માનસરોવર માં ન્હાવા  જેટલું જ પવિત્ર છે.  અહી શોપિંગ કરવા માટે તમે ‘મોલરોડ’ માં જઈ શકો છો. નૈનિતાલની આજુબાજુ કાઠગોદામ, ભુવાળી, ભીમતાલ, નૌકુંચિયાતાલ, સાતતાલ, નળ-દમયંતી તાલ, રામગઢ, મુક્તેશ્વર, કાશીપુર અને ગીરીતાલ આવેલ છે.

કેવી રીતે પહોચવું?

saritatal-sariyatal-nainital-uttarakhand_7137164_m

એનએચ 87 નૈનિતાલને આખા દેશ સાથે જોડે છે. નૈનિતાલમાં તમને રેલવે અને વિમાની સેવાઓ ઉપલબ્ધ નહી થાય. દેશના પ્રમુખ પર્યટન સ્થળોમાં નૈનિતાલ આવતું હોવાથી તમને પહોચવામાં સરળ બનશે. ઘ્યાનમાં રાખવું કે નૈનિતાલ માં દારુ પીને ગાડી ચલાવવી, એફએમ કે મ્યુઝિક વગેરે કરવાની સખ્ત મનાઈ છે.

નૈનિતાલ માં દરવર્ષે લાખો પ્રવાસીઓ યાત્રા કરે છે. અહી નજીકમાં રેલવે સ્ટેશન છે, જે ફક્ત 34 કિમી દૂર ‘કાઠગોદામ’ માં છે. કાઠગોદામથી તમને નૈનિતાલ જવા માટે રાજ્ય પરિવહન ની ગાડીયો દિવસમાં કોઇપણ સમયે મળી રહેશે.

મિત્રો, જો તમને અમારી સાથે નૈનિતાલ ની સફર કરવાની મજા આવી હોય તો અમારૂ ફેસબૂક પેજ અચૂક લાઈક કરજો.

07 SATTAL

1888155526

Nainital winter

Nainital (2)

Nainital-522512_8

nainital (1)

nainital-tallital3

Nainital_Lake

shervani-hilltop-hotel-nainital

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,549 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>