“બી માઈ આઈ” નામ ની અનોખી એપ્લીકેશન

નેત્રહીનો ‘બી માય આઈ’ નામની અનોખી એપ્લિકેશનની શરૂઆત

ડેનમાર્કની ટીમે એક નવી આઈફોન એપ્લિકેશન તૈયાર કરી છે, જેની મદદથી નેત્રહીનોને ‘જોવામાં’ મદદ કરી શકાશે. ‘બી માય આઈ’ નામની આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ નેત્રહીન લોકોને વીડિયો ચેટની મદદથી શક્ય એટલી મદદ કરી શકશે.આ એપ્લિકેશન સ્માર્ટફોન યુઝર્સને નેત્રહીન લોકો સાથે સીધી રીતે જોડે છે.

આઈફોનના વોઈસઓવર ઓપ્શનની મદદથી નેત્રહીન વ્યક્તિને ગમે તે સ્થિતિમાં ‘બી માય આઈ’ એપ્લિકેશનના યુઝર્સ મદદરૂપ બની શકે છે. નેત્રહીન વ્યક્તિ કામના સમયે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.કોઈ પણ નેત્રહીન વ્યક્તિ આઈફોનમાં આ એપ્લિકેશના યુઝર્સને સંપર્ક કરી શકે છે. આથી તે વ્યક્તિ સાથે વિડિયોથી કનેક્ટ થઈ શકશે.

આ એપ્લિકેશન હાલ આઈઓએસ ૪એસ અને આઈઓએસ ૭માં ફ્રીમાં ઉપલબ્ધ છે. ‘બી માય આઈ’ની એપ્લિકેશનની સત્તાવાર વેબસાઈટ પર ૧૩,૦૦૦ યુઝર્સ તથા ૧,૧૪૫ જેટલા દૃષ્ટિહીન લોકો સામેલ થઈ ચૂક્યા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,420 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 35

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>