નેક્સસ 6P
લાંભા સમયથી ચર્ચામાં રહેલ ગુગલનો મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન નેક્સસ 6P અને નેક્સસ 5X કાલે સન ફ્રાંસિસ્કોમાં લોન્ચ થઈ ગયો છે. તો વાત કરીએ નેક્સસ 6Pની. આ ફોન નેક્સસનુ નવું વર્ઝન છે. નેક્સસ 6Pમાં નેક્સસ 6 ની જેવું ૫.૭ ઇંચ ડિસ્પ્લે છે. પરંતુ તેની ડીઝાઇન પહેલા કરતા ઘણી અલગ છે.
ફોનનું ડિસ્પ્લે QHD છે. ગુગલ પોતાના નવા નેક્સસ 6Pને કંપનીનો સૌથી પ્રીમીયમ સ્માર્ટફોન જણાવી રહી છે. આવો દાવો કરવામાં માટે કંપની પાસે ઘણા બધા કારણ છે. આ ગુગલનો પહેલો સ્માર્ટફોન છે, જે આખો મેટલ બોડીનો છે. નેક્સસ 6P માં ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ સ્પીકર્સ હશે. સાથેજ આ ફોનની બેક સાઈડમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સેન્સર પર તમારે ટેપ કરવું પડશે, જેથી આ ફોન ઓટોમેટીક અનલોક થઈ જશે.
આ ફોનમાં પણ પે સર્વિસ આપવામાં આવી છે, જેનું નામ હશે Android Pay. આ ફોનની શાનદાર વસ્તુ છે તેનો કેમેરો. આ ફોનની બેક સાઈડમાં મોટો કેમેરા ડીઝાઇન કરેલો છે. જે ૧૨.૩ મેગાપિક્સેલનો સોની સેન્સર કેમેરો છે, જે સામાન્ય સ્માર્ટફોન અને આઇફોનના કૅમેરાથી તદ્દન અજોડ છે. આ ફોટાને ઈન-ડોર ફોટોગ્રાફી માટે ડીઝાઇન કરેલ છે. જેના વડે તમે ઓછા પ્રકાશમાં પણ શાનદાર ફોટાઓ ક્લિક કરી શકો છો. આ ફોનમાં તમે ૪K વીડીયો, સ્લો-મોશન વિડિયો પણ શૂટ કરી શકો છે. નેક્સસ 6P નો ફ્રન્ટ ફસિંગ કેમેરો ૫ મેગાપિક્સેલનો છે.
હુઆવઈ નેક્સસ 6P ને ક્વાલકોમ સ્નેપડ્રેગન ૮૧૦ ચિપસેટ પ્રોસેસર સાથે લોન્ચ કર્યો છે. આની સાથ જ સારા ગ્રાફિક્સ માટે એડ્રીનો ૪૩૦ જીપીયુ છે. નેક્સસ 6P માં 3GB રેમ છે. જુના નેક્સસમાં પણ 3GB રેમ આપવામાં આવી હતી, પણ આમાં ચિપસેટ એડવાન્સ છે. હુઆવઈ નેક્સસ 6P ૩૨ જીબી, ૬૪ જીબી અને ૧૨૮ જીબી મેમરી વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં કાર્ડ સપોર્ટ નહિ મળે.
હુઆવઈ નેક્સસ 6P એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ૬.૦ માર્શમેલો સાથે લોન્ચ થાશે. એન્ડ્રોઇડનુ આ સૌથી નવુ ઓપરેટિંગ સિસ્ટમ છે. નેક્સસ 6P અને નેક્સસ 5X એ પહેલા એવા ફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ ફોનની કીમત ૪૯૯ ડોલર થી શરુ થશે.
LG નેક્સસ 5X
અપેક્ષા મુજબ આ ફોન નેક્સસ 6Pથી થોડો નાનો છે. નેક્સસ 5X માં ૫.૨ ઇંચની ફૂલ HD ડિસ્પ્લે છે. જેમાં પીક્સલ રીઝોલ્યુશન ૧૦૮૦*૧૯૨૦ અને પીક્સલ ડેન્સીટી ૪૨૩ppi છે. આનુ પ્રોસેસર ૧.૮ GHz હેક્સા-કોર કૉલકોમ સ્નેપડ્રેગન ૮૦૮ છે વધુ દમદાર છે. નેક્સસ 5X માં ૧૨.૩ મેગાપિક્સેલનો રીઅર કેમેરો હશે, અને ૫ મેગાપિક્સેલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો હશે.
નેક્સસ 5X માં ૨ જીબી રેમ અને ૧૬ જીબી ઇન્ટરનલ મેમરી હશે. આ ફોન એસડી કાર્ડ સપોર્ટ નહિ કરે. સૌથી મોટી અને ખાસવાત એ છે કે અપેક્ષા મુજબ આ ફોન એન્ડ્રોઇડનુ અપકમિંગ વર્ઝન ૬.૦ માર્શમેલોમાં કામ કરશે.
આ ફોન સિંગલ નેનો સીમ સપોર્ટ કરશે. ૨૭૦૦mAh બેટરીની સાથે આ ફોન એક કવરેજ પાવર ફોન હોય શકે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ફોન ૩G અને ૪G બંનેને સપોર્ટ કરશે. આ ફોનની કીમત ૩૭૯ અમેરિકી ડોલરથી શરુ થયેલ છે. આ આ ફોનની બેઝ મોડેલની કીમત છે. આ પહેલા નેક્સસ ૫ પણ એલજી મેડ સ્માર્ટફોન રહેલ છે. ગુગલ વધુ એક વખત LG પર વિશ્વાસ બતાવ્યો છે.
એન્ડ્રોઇડ માર્શમેલો ૬.૦
એન્ડ્રોઇડ માર્શમેલો ૬.૦ ને પણ આ ઇવેન્ટમાં લોન્ચ કર્યો છે. આ નવું OS વર્ઝન આવતા અઠવાડિયે અપડેટ માટે ઉપલબ્ધ થશે.