નિષ્ફળતા માં સાથ આપે તેવા ડૉ. કલામના સુવાક્યો

How should we respond when we find failure, said Dr. Kalam

‘મિસાઇલ મેન’ના નામથી પ્રસિદ્ધ ભારતના 11મા રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું અવસાન થઈ ગયું. તામિલનાડુના રામેશ્વરમાં 15 ઓક્ટોબર 1931ના જન્મેલા ડૉ. કલામ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા.

તેમણે કહ્યું હતું કે ‘હું મારા બાળપણના દિવસો નથી ભૂલી શકતો. મારા બાળપણને નિખારવામાં મારી માતાનું વિશેષ યોગદાન છે. તેમણે મને સારાં-ખરાબને સમજવાની શિક્ષા આપી. છાત્ર જીવન દરમિયાન જ્યારે હું ઘરે-ઘરે છાપાં વહેંચી પાછો આવતો હતો તો મારી માતાના હાથનો નાશ્તો તૈયાર મળતો. અભ્યાસ પ્રત્યે મારા રસને જોઈને મારી માતાએ મારા માટે એક નાનકડો લેમ્પ ખરીદ્યો હતો, જેનાથી હું રાતના 11 વાગ્યા સુધી વાંચી શકતો હતો. મારી માતાનો જો મને સાથ ન મળ્યો હોત તો હું અહીં સુધી ન પહોંચી શક્યો હોત.’

કલામ પોતાની દૃઢ અના કઠોર મહેનતથી આગળ વધતા ગયા. જીવનમાં અભાવ હોવા છતાં તે કઈ રીતે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યાં આ વાત આપણને બધાને પ્રેરણા આપે છે. તેમની શાલીનતા, સાદગી અને સૌમ્યતા દરેકનું દિલ જીતી લેતી હતી. તેમના જીવન દર્શને ભારતના યુવાનોને એક નવી પ્રેરણા આપી. લાખો લોકોના તે રોલ મોડલ હતા. ડૉ. કલામનો ક્રેઝ બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. મિસાઇલ મેનના નામથી પ્રસિદ્ધ કલામને ‘વેલ્ડર ઓફ પિપલ’ પણ કહેવામાં આવતુ હતુ. બાળપણમાં તેમને આઝાદ કહીને પોકારવામાં આવતુ હતુ.

અમેરિકાનું ફિલાડેલ્ફીયા શહેર. વ્હાર્ટન ઇન્ડિયન ઇકોનોમિક ફોરમનો એક સમારંભ. એમાં ઉપસ્થિત મહાન વિજ્ઞાની અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને કોઈએ પૂછ્યું :
” તમારા અનુભવના આધારે તમે કોઈ એવું દ્રષ્ટાંત આપશો કે નિષ્ફળતા મળે ત્યારે લીડરે કેવી રીતે વર્તવું જોઈએ?”

How should we respond when we find failure, said Dr. Kalam

ડૉ. કલામનો જવાબ એમના જ શબ્દોમાં:

ભારતના સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SLV-3) પ્રોગ્રામનો હું નો પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યો. ૧૯૮૦ સુધીમાં રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના ધ્યેયમાં અમે હજારો લોકો સંકળાયેલા હતા.

ઓગસ્ટ ૧૯૭૯માં અમારી તૈયારી થઇ ગઈ હતી. ઉપગ્રહ છોડવા અમે કંટ્રોલ મથકમાં ભેગા થયા. ઉપગ્રહ છોડવાની ચાર મિનિટ પહેલા ક્મ્પ્યૂટરે ગણતરી શરૂ કરી. પણ એક જ મિનિટમાં કોઈ જગ્યાએ ગડબડ હોવાનો ક્મ્પ્યૂટરે સંકેત આપ્યો. જોકે નિષ્ણાંતોની મેન્યુઅલ ગણતરી પ્રમાણે બધું બરાબર હતું. આથી રોકેટ છોડ્યું. પરંતુ બહુ જલ્દી ઉપગ્રહ અંતરીક્ષમાં જવાને બદલે રોકેટ સહિત બંગાળના ઉપસાગરમાં જઈ પડ્યા. ભારે નિષ્ફળતા મળી.

How should we respond when we find failure, said Dr. Kalam

એ જ સમયે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન પ્રો. સતિષ ધવને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ઇસરોની સેટેલાઈટ લોન્ચ રેંજ શ્રીહરિકોટા ખાતે દુનિયાભરના પત્રકારો હાજર હતા.

સંસ્થાના લીડર પ્રો. ધવને જાતે પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને નિષ્ફળતા માટે એમને જવાબદારી લીધી.
એમણે કહ્યું કે વિજ્ઞાનીઓની ટીમે બહુ મહેનત કરી હતી, પરંતુ હજુ વધારે તકનીકી સપોર્ટની જરૂર હતી. આમ જુઓ તો હું પ્રોજેક્ટ ડાયરેક્ટર હતો, નિષ્ફળતા હતી, છતાં સંસ્થાના ચેરમેન તરીકે એમણે જવાબદારી સ્વીકારી.

જુલાઈ, ૧૯૮૨ માં અમે ફરી પ્રયત્ન કર્યો. ઉપગ્રહ તરતો મુકવામાં અમને સફળતા મળી. આખા દેશમાં ખુશીનું મોજું છવાઈ ગયું હતું. પ્રો. ધવને મને એક બાજુ બોલાવીને કહ્યું: આજની આ પ્રેસ કોન્ફરન્સ તમે સંભાળો.” એ દિવસે મને ખુબ જ અગત્યનો બોધપાઠ શીખવા મળ્યો. નિષ્ફળતા મળી ત્યારે સંસ્થાના લીડરે એની જવાબદારી પોતાના માથે લીધી. સફળતા મળી ત્યારે એનો યશ એમણે ટીમને આપ્યો. મેનેજમેન્ટનો આ શ્રેષ્ઠ બોધપાઠ મને કોઈ પુસ્તક વાંચીને નહીં, પરંતુ આ અનુભવમાંથી શીખવા મળ્યો છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,875 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>