નિયમિત પીઓ આ પાંચ ડ્રિન્ક અને ઉતારો પેટની ચરબી

How-Do-Juices-Benefit-Healt1111

શરીરની ચરબી ઉતારવા માટે લોકો વિવિધ ઉપાયો કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યાં છીએ જેમાં તમારે ક્રશ ડાયટીંગ પણ નથી કરવાનું અને તેમ છતા તમે તમારા શરીરની ચરબી ઉતારી શકશો. આ પાંચ ડ્રિંક નીયમતી પીવાથી શરીરના ટૉક્સિન્સ નીકળે છે. મેટાબોલિઝમ સારા થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. સાથે જ તેમા કૈલરી પણ ઓછી છે તેથી તે પીવાથી વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે ખૂબ જ ફાયદાકારી છે. 

લીંબુ સાથે ગ્રીન ટી 

ગ્રીન ટી માં ભરપૂર એંટીઓક્સીડેંટ્સ અને કૈટેચિંસ છે જે મેટાબોલિઝમ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે. જેનાથી ફૈંટ્સ બર્ન થાય છે. રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થશે. નિયમિત આ ડ્રિંક પીવાથી શરીરમાં એનર્જી રહેશે. વજન ઓછુ થશે અને પેટની ચરબી ઘટશે. 

લીંબુ પાણી 

લીંબુનો રસ શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં મદદ કરે છે. લીંબુ પાણી શરીરને ખૂબ એનર્જી પણ આપે છે. જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો. એક ગ્લાસ પાણીમાં એક લીંબૂ એક ચપટી મીઠુ મિક્સ કરી રોજ સવારે પીવો. 

અનાનસ અને આદુનુ જ્યુસ 

અનાનાસ અને આદુ શરીરના મેટાબોલિઝમને સારી રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન ‘સી’ ભરપૂર માત્રા હોય છે. તમે ચાહો તો તેમા સંતરા કે ઋતુ પ્રમાણેના ફળ પણ મિક્સ કરી શકો છો જેનાથી આ વધુ લાભકારી રહેશે. અડધો ટુકડો અનાનસ, એક નાનકડો ટુકડો આદુ એક સંતરા અથવા મોસંબી સાથે ક્રશ કરો. રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનુ સેવન કરો. 

તરબૂચનુ જ્યુસ 

તરબૂચમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેંટ્સ હોય છે. તેમા કેલરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે દિલના રોગોને દૂર કરે છે અને લાંબા સમય સુધી તમને જવાન બનાવી રાખે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનું જ્યુસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે. 

ડાર્ક ચોકલેટ્સ શેક 

ડાર્ક ચોકલેટનુ સેવન કરવાથી ફેટ્સ ઘટાડવા સરળ રહે છે. તેમા ઓલેઈક નામનુ તત્વ હોય છે જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે. ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમા લો ફૈટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો જેનાથી શરીરમાં કૈલોરી વધુ ન હોય. ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરો. 

Comments

comments


7,994 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 5 =