નાસ્તા માટે ઘરે બનાવો બ્રોકોલી ટીક્કી

સામગ્રી

broti1

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ સમારેલ ઓનિયન,

*  ૨ ટીસ્પૂન સમારેલ લસણ,

*  ૧ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,

*  ૧ કપ બારીક સમારેલ બ્રોકોલી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ કપ બાફેલ બટાટા,

*  ૧૧/૨ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૧/૪ કપ છીણેલ પનીર,

*  ૨ ટીસ્પૂન મોઝારેલા ચીઝ,

*  ૧ ટીસ્પૂન ઓઈલ.

રીત

એક તવામાં ઓઈલ અને સમારેલ ઓનિયન નાખી આને એકાદ બે મિનીટ સુધી સાંતડવું. પછી આમાં સમારેલ લસણ અને સમારેલ લીલા મરચાં નાખી ફરીવાર એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું.

ત્યારબાદ આમાં બારીક સમારેલ બ્રોકોલી અને સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરીને જ્યાં સુધી બ્રોકોલી કુક ન થાય ત્યાં સુધી ધીમા ગેસે ચડવા દેવી (૪ થી ૫ મિનીટ સુધી). પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું અને ત્યારબાદ તેમાં બાફેલ બટાટા (મેશ કરેલા), કોર્નફલોર નાખીને બરાબર હલાવી લેવું.

હવે આ મિશ્રણની લંબગોળ ટીક્કી બનાવવી અને તેની અંદર છીણેલ પનીર અને મોઝારેલા ચીઝ નાખીને ટીક્કીના બોલ્સ (ગોળ) બનાવવી હળવા હાથે થોડી દબાવી દેવી.

પછી નોનસ્ટીક પેનને ગેસ પર ગરમ કરવું અને ઓઈલથી ગ્રીસ કરવું. હવે તવામાં એક સાથે ૪ થી ૫ ટીક્કી નાખવી અને તેની ઉપર થોડું ઓઈલ લગાવવું. ત્યારબાદ એક બાજુ આ બ્રાઉન થાય એટલે તેને પલટાવવી. આમ આને બંને બાજુ શેકવી. પછી આને ગરમાગરમ સોસ સાથે પીરસો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,495 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>