સામગ્રી
* ૧૧/૨ કપ મેંદાનો લોટ,
* ૧/૨ કપ બારીક સમારેલ મેથી,
* ૧૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,
* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,
* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,
* ૧/૪ કપ દહીં,
* ૨ ટેબલ સ્પૂન સફેદ તલ,
* ૧ ટેબલ સ્પૂન ગરમ કરેલ ઘી,
* ૧૧/૨ ટેબલ સ્પૂન પાણી,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
એક બાઉલમાં મેંદાનો લોટ, સમારેલ મેથી, લાલ મરચું, હળદર, હિંગ, દહીં, ગરમ કરેલ ઘી, સફેદ તલ અને મીઠું નાખીને હાથથી હલાવી નાખવું. હવે લોટ બાંધવા માટે સહેજ પાણી નાખીને કડક લોટ બાંધવો.
ત્યારબાદ લોટના ગોયણા કરવા. પછી આ ગોયણાની સહેજ જાડી રોટલી વણવી અને રોટલીની ઉપર ચમચીથી સહેજ કાણા પાડવા. જેથી શક્કરપારા ફૂલે નહિ. હવે આ રોટલીને ચપ્પુ વડે બટકા (ચિપ્સ) કરવા.
ત્યારબાદ તળવા માટે જરૂર અનુસાર તેલ ગરમ કરવું અને તેમાં રોટલીના ચિપ્સ નાખીને મીડીયમ તાપે ફ્રાય કરવું. શક્કરપારા ને ક્રિસ્પી બનાવવા માટે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવા. તો તૈયાર છે શક્કરપારા. તમે આને ગરમાગરમ ચા સાથે સર્વ કરી શકો છો.