નાસ્તામાં બનાવો ‘વેજીટેબલ ઉપમા’

સામગ્રી

DSC00521

* ૧ ટી સ્પુન તેલ,

* ૧ ટી સ્પુન રાઈ,

* ૧ ટી સ્પુન અડદની દાળ,

* ૧/૪ સ્પૂન હિંગ,

* ૧/૨ કપ બારીક સમારેલી ડુંગળી,

* ૫ થી ૬ લીમડાના પાન,

* ૧ કપ રવો,

* ૩૧/૨ કપ ગરમ પાણી,

* ૧ કપ બાફેલા વેજીટેબલ્સ,

* ૧ ટી સ્પુન આદુ, મરચાની પેસ્ટ,

* ૨ ટેબલ સ્પૂન કાપેલ કોથમીર,

* ૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ.

રીત

maxresdefault

એક કઢાઈમાં તેલ, રાઈ, અડદની દાળ, હિંગ, બારીક કાપેલ ડુંગળી અને લીમડાના પાન નાખ્યા બાદ ૧ થી ૨ મિનીટ સુધી આ મિશ્રણને બરાબર હલાવવું. હવે આ મિશ્રણમાં રવો નાખીને ફરીવાર આ મિશ્રણને બે થી ત્રણ મિનીટ સુધી હલાવવું. જ્યાં સુધી રવાનો લોટ આછો બ્રાઉન કલરનો ન થાય ત્યાર સુધી તેને હલાવવો. હવે આ મિશ્રણમાં ગરમ પાણી નાખવું. પાણી નાખ્યા બાદ આમાં બાફેલા વેજીટેબલ્સ (ગાજર, ફણસી અને વટાણા), આદુ – મરચાની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું નાખવું.

હવે આ મિશ્રણને લગાતાર ૨ થી ૩ ત્રણ સુધી હલાવવું. ૨ મિનીટ સુધી હલાવ્યા બાદ આમાં કોથમીર અને લીંબુનો રસ નાખવો. હવે ફરી આ મિશ્રણને ૧ મિનીટ સુધી હલાવવું. તો તૈયાર છે ‘વેજીટેબલ ઉપમા’. તમે આને નાસ્તામાં અને ડીનરમાં ચા સાથે ખાય શકો છો.

Comments

comments


6,440 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 6 =