નાસ્તામાં બનાવો ‘ચોખાના લોટની ચકરી’

સામગ્રી

img_2666

* ૨ કપ ચોખાનો લોટ,

* ૧/૨ કપ દહીં,

* ૨ ટેબલ સ્પૂન માખણ,

* ૧/૨ ટેબલ સ્પૂન હળદર,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,

* ૧ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન તલ,

* ૩/૪ કપ પાણી

* સ્વાદાનુસાર મીઠું

એક બાઉલમાં લોટ, દહીં, માખણ, હળદર, લાલ મરચું, હિંગ, આદું-મરચાની પેસ્ટ, તલ અને મીઠું નાખી મસળી નાખવું. હવે આમાં પાણી નાખી લોટ બાંધવો.

ચકરી બનાવવા માટે

chakli_25

એક પેનમાં તેલ ગરમ થવા દેવું. બાંધેલા લોટને ચાર ભાગમાં વહેચવા. આ ભાગને ચકરી બનાવવા માટે ચકરીના સંચામાં એક એક કરીને નાખવો. હવે એક થાળીમાં ચકરીને ગોળ ગોળ બનાવી તૈયાર કરવી. તૈયાર કરેલ એક એક ચકરીને ધીરે ધીરે ભાંગે નહિ તેમ તેલમાં નાખવી. ચકરીને ધીમા તાપે તળવી. ચકરી આછી બ્રાઉન રંગની થાય એટલે પેન માંથી બહાર કાઢી લેવી. તો તૈયાર છે ચકરી. આ નાસ્તાને તમે ૧૦ થી ૧૫ દિવસ સીધી પણ રાખી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,267 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>