નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે

નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે

નાસાના વૌજ્ઞાનિકો આકાશગંગામાં વધુ આઠ નવા ગ્રહો શોધી કાઢ્યા છે. આ સાથે જ તેઓ બે જોડકી પૃથ્વીની તપાસની વધુ નજીક પહોંચી ગયા છે. હવે એ સમય દૂર નથી જ્યારે પૃથ્વી જેવી જ બીજી બે પૃથ્વીઓ આપણી કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા હશે.

સૂર્ય મંડળથી અનેક ગણા દૂર આ આઠેય ગ્રહો મળી આવ્યા છે. આ અંગેની જાહેરાત વૉશિંગ્ટન ખાતે મળેલી એમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની ૨૨૫મી બેઠક દરમિયાન કરવામાં આવી.

વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી પ્રમાણે ધરતી જેવા આ બે ગ્રહોની સપાટી નક્કર અને પથરાળ છે. આ સાથે જ તેમના મૂળ તારાથી તેમનું અંતર ખૂબ વધારે ન હોઈ તેઓ પૃથ્વીની જેમ જ ખૂબ ઠંડા કે ગરમ નથી.

આ નવા ગ્રહો અત્યાર સુધી શોધાયેલા ગ્રહોમાં પૃથ્વીની સૌથી નજીકનું વાતાવરણ ધરાવે છે. નાસાના ગ્રહ શોધી કેપ્લર મિશન અંતર્ગત સ્પેસ ટેલિસ્કોપે સૂર્ય મંડળની બહાર ૧૫0,૦૦૦થી વધુ તારાઓની તપાસ બાદ આ ગ્રહો શોધી કાઢ્યા છે. કેપ્લરે છેલ્લે શોધી કાઢેલા ગ્રહોનો ક્રમાંક ૫૫૪ છે, આકાશગંગામાં અંદાજે ૪૧૭૫ ગ્રહો આવેલા હોવાની શક્યતા છે.

ખગોળશાસ્ત્રીઓએ અત્યાર સુધીમાં કેપ્લરની મદદથી ૧૦૦૦થી વધુ ગ્રહોનું અસ્તિત્વ શોધી કાઢ્યું છે.

નવા શોધાયેલા ત્રણ ગ્રહો તેમના સૂર્યથી અમુક અંતરે આવેલા છે, જેને કારણે અહીં પાણી હોવાની શક્યતા છે. ત્રણમાંથી બે ગ્રહો એવા છે, જેઓ પૃથ્વી જેવી સપાટી ધરાવે છે.

નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે

નવા શોધાયેલા ગ્રહોમાંથી પહેલો કેપ્લર 438b પૃથ્વીથી ૪૭૦ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે, આ ગ્રહ તેના તારાની ફરતે ૩૫ દિવસમાં પરિભ્રમણ કરે છે.

બીજો ગ્રહ કેપ્લર 438b પૃથ્વીથી ૧૨ ટકા મોટા વ્યાસમાં છે અને તે સીત્તેર ટકા જેટલો પથરાળ જમીનથી બનેલો છે.

ત્રીજો ગ્રહ કેપ્લર 442b પૃથ્વીથી ૧૧૦૦ પ્રકાશ વર્ષ દૂર છે, જે તેના તારાની ફરતે એક ચક્કર લગાવવામાં ૧૧૨ દિવસ લગાવે છે.

અન્ય એક ગ્રહ 442b પૃથ્વીથી ત્રણ ગણો મોટો છે, નિષ્ણાતોના મતે પથરાળ સપાટી હોવાના પાંચમાથી ત્રણ ચાન્સ છે.

જોકે ખગોળશાસ્ત્રીઓ હજી સંપૂર્ણ પણે નિશ્ચિત નથી કે આ ગ્રહો પરનું વાતાવરણ જીવન માટે અનુકૂળ છે કે કેમ? આમ છતાં તેઓ આ ગ્રહો માટે આશાવાદી છે.

Comments

comments


5,855 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 2 =