નારિયેળ બરફી | જાણવા જેવું

Coconut-Barfi

જો તમને નારિયલ ખાવું પસંદ હોય તો તમને નારિયલ બરફી પણ ખુબ પસંદ આવશે. તમે આ મીઠાઈને કોઈપણ તહેવારમાં જાતેજ બનાવી શકો છો. આ ઉપરાંત તેને ૧૫ દિવસ સુધી ફ્રીજમાં રાખીને મહેમાનોને પણ ખવડાવી શકો છો. તો ચાલો બનાવીએ નારિયલ બરફી.

સામગ્રી

Home made coconut thengai burfi

* ૩ કપ તાજું નારિયલનું છીન,
* ૪૦૦ ગ્રામ દૂધ,
* ૧/૨ ખાંડ,
* ૧ ચમચી ઇલાઇચી પાવડર,
* ૫ ટો સ્પુન ધી,
* ૧ કપ કતરેલી બદામ

બનાવવાની રીત

DSC_2500-001

સૌ પ્રથમ એક મોટા પેનને ગરમ કરો અને તેમાં છીણેલુ નારિયેળ, દૂધ અને ખાંડ મિક્સ કરો. તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી દૂધ અડધું ન રહી જાય કે પછી થોડું પણ ઘટ્ટ ન થાય. ત્યારબાદ તેમાં ઘી નાખો અને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી ધી છુટ્ટુ ન પડે. ત્યારબાદ તેમાં ઇલાઇચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો. ત્યારબાદ એક થાળી લો અને તેમાં બધી સામગ્રી નાખીને તેના પર કતરેલી બદામ ભભરાવો. જયારે નારિયેળની બરફી ઠંડી થઇ જાય ત્યારે તમારા મનપસંદ આકારમાં કાપી લો અને સર્વ કરો કે પછી ડબ્બામાં પેક કરીને મૂકી દો.

Comments

comments


8,230 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 1 =