ભારતીય રીતી-રીવાજમાં ઉપવાસનું વધારે મહત્વ છે અને તેના કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. ઉપવાસને ભારતીય સંસ્કૃતિમાં એટલા માટે કર્મકાંડમાં જોડવામાં આવે છે કે લોકો આનું મહત્વ સમજે.
ઉપવાસનો અર્થ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેનેદ્રિયો પર નિયંત્રણનો છે. વ્રત કે ઉપવાસમાં ખાવા પર પ્રતિબંધ નથી પણ આમાં અનુશાસન હોવું જોઈએ. આધ્યાત્મિક રીતે ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક ફાયદાઓ છે. વેલ, નવરાત્રીના ઉપવાસમાં અમે તમને કેવું ખાવું અને કેવું નહિ એ અંગે જણાવવાના છીએ.
* નવરાત્રીના ઉપવાસમાં તળેલું ભોજન ઓછુ ખાવું જોઈએ છે. જો તમને પેટ સબંધિત સમસ્યા હોય તો તળેલી વસ્તુ ખાવાનું ઓછુ રાખવું.
* નવરાત્રી દરમિયાન તાજા ફળોનું સેવન કરવું જોઈએ. આનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
* સૂપ, છાશ, નારિયેળ પાણી અને ફ્રુટના જ્યુસ પી શકો છો. ઉપરાંત એવી વસ્તુઓ ખાવી જેનાથી ભોજન તરત પછી જાય. કોઇપણ વ્રતમાં અનાજનું સેવન કદાપી ન કરવું.
* માં દુર્ગાના વ્રતમાં શુદ્ધ અને શાકાહારી ભોજનનું જ સેવન કરવું. તમે દહીં, દૂધ, ફ્રૂટ્સના જ્યુસ, સિંગોડાના લોટની વસ્તુઓ, સાબુદાણાની અને મોરૈયાની ખીચડી, બદામની ખીર, મેવાના લાડુ, સીંગોડાનો હળવો, ફરાળી ફિંગર ચિપ્સ, ફરાળી ફ્રેંચ ફ્રાય અને લસ્સી વગેરેનું સેવન કરી શકો છો.
* તમે દિવસમાં બે વાર ચા નું સેવન કરી શકો છો. નવરાત્રીના ઉપવાસમાં સિંધવ મીઠુંનો ઉપયોગ કરી શકો છો.
* ઉપવાસના દિવસે બપોરે સુવું નહિ. સુવાથી ઉપવાસ બળી જાય છે.
* ઉપવાસ કરવાથી કબજીયાત ની સમસ્યા મોટાભાગે લોકોને થતી હોય છે તેથી ઉપવાસ કરવાના અગાઉના દિવસોમાં ત્રિફલા, આંબળા, પાલક અને કારેલાના જ્યુસનું સેવન કરવું. આનાથી પેટ સાફ રહે છે.