5 થી 8 લાક સુધીનો છે નરેન્દ્ર મોદી નો સૂત

‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ સૂટની કિંમત પાંચથી 8 લાખ, બધાની આંખો થઇ પહોળી

મોદી જેકેટ અને મોદી કુર્તાનો ટ્રેન્ડ શરૂ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બંધગળાના સૂટના કારણે ચર્ચામાં છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઓબામાને ગણતંત્ર દિવસની પરેડ માટે ત્રણ દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. રવિવારે તેમની યાત્રાના પહેલા દિવસે ઓબામા સાથે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષી મંત્રણા હોય કે ઓબામા સાથે બગીચામાં બેસીને કરેલી ચાય પે ચર્ચા પીએમ મોદીએ જે સૂટ પહેર્યો હતો તેના ફેબ્રિકમાં જ પ્રધાનમંત્રીનું નામ પીળા દોરાથી ‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ વણેલું હતું.

ફેશન ડિઝાઈનર્સ નરેન્દ્ર મોદીના આ સૂટથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમનું માનવું છે કે ફેબ્રિક ઉપર મોદીનું નામ લખાવવાની પ્રક્રિયામાં સ્પેશલ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે અને મોટે ભાગે ફેબ્રિકને હાથથી વણવામાં આવે છે.

ડિઝાઈનર સામંત ચૌહાણના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ટેકનીકને જેકગાર્ડ ટેકનીક કહેવામાં આવે છે. તે એમ્બ્રોઈડરી નથી. તેની કિંમત પસંદ કરવામાં આવેલા ફાઈબર અને ટેકનીક પર આધાર રાખે છે. આ પ્રકારના ફેબ્રિકને તૈયાર કરવા પાછળ ૮૦ હજારથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.

‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ સૂટની કિંમત પાંચથી 8 લાખ, બધાની આંખો થઇ પહોળી

ડિઝાઈનર રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, અગત્યના પ્રસંગે મોદી દ્વારા આ પ્રકારનો સૂટ પહેરવો ડેરિંગ કહેવાય. તેમનું નામ એ રીતે બારીકાઈથી વણી લેવામાં આવ્યું હતું કે સામાન્યપણે તેને આપણે પીનસ્ટ્રીપ્સ જ માની લઈએ. આંતરાષ્ટ્રીય કક્ષાની બ્રાન્ડ દ્વારા જ  અગાઉ આ પ્રકારના ફેબ્રિક તૈયાર કરવામાં આવતા હતા.

‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ સૂટની કિંમત પાંચથી 8 લાખ, બધાની આંખો થઇ પહોળી

અન્ય એક ડિઝાઈનર ગૌતમ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ફેબ્રિકને મશીન દ્વારા નથી તૈયાર કરવામાં આવ્યું. મશીન દ્વારા તૈયાર કરવામાં આવતા ફેબ્રિકમાં આ પ્રકારનું ફિનીશીંગ જોવા મળતું નથી. મોદીના સૂટ માટેના ફેબ્રિકને તૈયાર કરવામાં ઈટાલીયન ઉનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ખૂબ જ મોંઘું હોય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,235 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>