નથી હાથ, નથી પગ, તેમછતાં છે એક સેલિબ્રિટી

nick-vujicic2_1426940470

કદાચ આને જ ચમત્કાર કહેવાય ! કોઇ વ્યક્તિના હાથ અને પગ ન હોય, એક સમયે ભયંકર ડિપ્રેશનનો સામનો કરી ચૂક્યે હોય, પરંતુ એક દિવસ અચાનક જ તેમનુ ભાગ્ય ચમકી જાય અને તે એક સેલિબ્રિટી બની ગય હોય. ઓસ્ટ્રેલિયામાં રહેતા નિક વુજીકિક સાથે આવો જ ચમત્કાર થયો હતો. તેમને સાંભળવા હવે હજારો લોકોની ભીડ જામે છે. નીક લોકોને મોટિવેશનલ ટ્રેનીંગ આપે છે. તેમના શબ્દો લોકોને પ્રેરણા આપે છે અને જીવનને આગળ ધપાવવામાં મદદરૂપ સાબિત થાય છે. ઘણા બિઝનેસ ગ્રુપ તેમને સાંભળવા માટે બોલાવતા હોય છે. તેઓ અત્યારસુધી 50 દેશોની મુલાકાત કરી ચૂક્યા છે. જ્યાં તેમને ટોક શો થયો હતો.

nick-vujicic8_1426940484-1

કઇ રીતે અપંગ થયા ?

32 વર્ષિય નીકને જન્મથી જ હાથ અને પગ નથી. તેઓને રોજીંદા કાર્યોમાં પણ ઘણી સમસ્યાઓ થતી હતી. જોકે હવે તેઓ મોટિવેશનલ ગુરૂ તરીકે જાણીતા છે. તેઓ ‘એટીટ્યૂડ ઇઝ એલ્ટીટયૂડ’ સ્પીચ સંસ્થાના પ્રેસિડેંટ છે. જોકે નીક અપંગ કેમ છે તે અંગેનો કોઇ મેડિકલ તારણ સામે આવ્યું જ નથી. તેઓ એક દુર્લભ ડિસઓર્ડરનો શિકાર બનેલા છે, જેને ટેટ્રા એમિલિયા સિન્ડ્રોમ તરીકે જાણવામાં આવે છે. જોકે તેમના શરીર પર એક પગ જેવુ અંગ છે, જેનાથી તેઓ પોતાનું બેલેન્સ જાળવી શકે છે. જોકે તેઓ પોતાનામાં એવી સ્કિલ ડેવલ્પ કરી છે કે જેનાથી તેઓ ટાઇપ કરી શકે અને સાથે કોઇ વસ્તુ પણ ઉઠાવી શકે છે. તેઓ સ્વિમીંગના શોખીન છે અને તેઓ સ્કાઇ ડાઇવીંગ પણ કરી ચૂક્યા છે.

એક સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો

નીકમાં આ આત્મવિશ્વાસ એમજ નથી આવ્યું. મેલબોર્નમાં શાળામાં તેઓને અભદ્ર વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ આનાથી એટલા કંટાળી ગયા હતા કે માત્ર 10 વર્ષની ઉમરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ તેમણે પોતાની માનસિકતામાં ઘણો સુધાર કર્યો અને હંમેશા હકારાત્મક અભિગમ રાખવાની શરૂઆત કરી. નિકે એક પુસ્તક પણ લખ્યું છે ‘લવ વિથઆઉટ લિમિટ્સ’. તેઓ હાલ પોતાના બાળક અને પત્ની સાથે કેલિફોર્નિયામાં રહે છે. આ જ વર્ષે તેઓ બીજા બાળકના પિતા બનવાના છે.

nick-vujicic7_1426940522

nick-vujicic12_1426940575

nick-vujicic10_1426940561

nick-vujicic9_1426940556

nick-vujicic5_1426940471સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,525 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>