ધોરણ 10 નું પરિણામ આવતા મહીને

Standard 10 is the result of a likely next week

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માર્ચ ૨૦૧૫માં સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૧૦નું પરિણામ આગામી સપ્તાહમાં જાહેર થશે. જયારે ધોરણ ૧૨નું પરિણામ મે મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સીબીએસઈ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવાઈ તેના આશરે બે મહિના થઇ ગયા છે. અને વિધાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ વિધાર્થીઓ ખુબજ મૂંઝવણમાં મૂકી ગયા છે. સીબીએસઈ દ્વારા પરિણામની સત્તાવારરીતે કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી.

સીબીએસઈના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ તૈયાર કરી લેવામાં આવ્‍યું છે ત્‍યારે આગામી ૧૯ અથવા ૨૯મેના રોજ જાહેર કરવામાં આવશે જ્‍યારે ધોરણ ૧૨નું પરિણામ મેના અંતિમ સપ્તાહમાં એટલે કે ૨૭ અથવા ૨૮ મેના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્‍યતા છે. સીબીએસઇનું પરિણામ વોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ દ્વારા લેવામાં આવેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં ૧૩૭૭૫૮૩ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા જ્‍યારે ધોરણ ૧૨ની પરીક્ષામાં ૧૦૪૦૩૬૮ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા જેઓ બોર્ડની પરીક્ષાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

Standard 10 is the result of a likely next week

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,500 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 6