ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટન કહેવાતા મહેન્દ્ર સિંહ ધોની પર બાયોપિક ફિલ્મ બની રહેલ છે જેનું પહેલું પોસ્ટર સુશાંત સિંહ રાજપૂતે લોન્ચ કર્યું છે.
આ ફિલ્મનું નામ “એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી” છે. તેમણે આ પોસ્ટર પોતાના ટ્વીટર પર રીલીઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશિત નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે. જેની સ્ટોરી ધોનીની માતૃભૂમિ રાંચીથી શરુ થશે.
આ ફિલ્મ માં તમને ધોનીની સ્કુલથી લઈને ખડકપુર રેલ્વે સ્ટેશનની નૌકરી અને ભારતીય ટીમના કેપ્ટનનો સફર જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે. આમાં તમને ધોની તરીકે સુશાંત સિંહ રાજપૂત અને તેની વાઈફ સાક્ષી રાવત તરીકે દિશા પટાની નો રોમાન્સ જોવા મળશે.