વર્લ્ડ કપ ઈતિહાસ રોમાંચથી ભરપૂર છે. દરેકની પોતાની યાદો છે. પોતાની પસંદ છે. આઈસીસી આ યાદોને રેન્કિંગ આપવાના પ્રયાસમાં છે. તે આના માટે 6 નવેમ્બર 2014થી ઓનલાઈન વોટિંગ કરાવી રહ્યું છે. અત્યાર સુધી વોટિંગમાં મહેન્દ્રસિંહ ધોનીના વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં લગાવાયેલા વિનિંગ શોટને સૌથી વધુ વોટ મળ્યા છે. વોટિંગ 13 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી આ હતી ટોપ-10 મોમેન્ટસ
- ગ્રેટેસ્ટ મોમેન્ટ્સ | 10 વર્લ્ડ કપની સૌથી પસંદગીની પળો પસંદ કરવા આઈસીસી ઓનલાઈન વોટિંગ કરાવે છે
- 11 રિકી પોન્ટિંગના નામે કોઈ એક વર્લ્ડ કપમાં સર્વાધિક કેચનો રેકોર્ડ છે
ધોનીની સિક્સરથી ભારત બન્યું ચેમ્પિયન
શ્રીલંકા સામે 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં 114 રને ભારતની ત્રીજી વિકેટ પડી. પાંચમા નંબરે યુવરાજે ઊતરવાનું હતું પરંતુ તેને અટકાવીને સુકાની ધોની આવી ગયો. તેણે પહેલાથી જામી ગયેલા ગંભીર સાથે 109 રનની ભાગીદારી કરી. પછી યુવી સાથે 54 રન ઉમેર્યા. 91 રનની ઈનિંગ્સ રમી. સિક્સરથી મેચ પૂરી કરીને ભારતને ચેમ્પિયન બનાવ્યું.49મી ઓવરના બીજા બોલે ધોનીએ વિજયી સિક્સર ફટકારી. બોલર કુલશેખરા હતો.
આયરિશ ઓબ્રાયનની ઝડપી સદી
30,602 મત
2. વર્લ્ડ કપ 2011માં ઈંગ્લેન્ડના 328 રનના લક્ષ્યને આયરર્લેન્ડે સાત વિકેટ ગુમાવીને હાંસલ કર્યું. કેવિન ઓબ્રાયને 50 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ કપમાં મેથ્યુ હેડનની 66 બોલની સદીનો રેકોર્ડ તોડ્યો.
3. લેવેરોકનો જાદૂઈ કેચ
23345 મત
2007માં ભારત સામે બરમૂડાના ડ્વેન લેવેરોકે સ્લિપમાં એક હાથે રોબિન ઉથપ્પાનો કેચ ઝડપ્યો. 127 કિ.ગ્રા. વજનના લેવરેરોકની સ્ફૂર્તિથી બધા ચકિત હતા.
ઈમરાનની ઈનિંગ્સથી પાક ચેમ્પિયન
– 21,396 મત
4. 1992 વર્લ્ડ કપની ફાઈનલ. ઈંગ્લેન્ડ સામે 20/1ના સ્કોરે સુકાની પાકિસ્તાની સુકાની ઈમરાન ખાને ત્રીજા નંબરે ઊતરીને 72 રનની ઈનિંગ્સ રમ્યો. પાક. ટીમે 250 રનનું લક્ષ્ય રાખ્યું જે ઈંગ્લેન્ડને ભારે પડ્યું.
જોન્ટી રોડ્ઝ સુપરમેન બન્યો
20,984 મત
5. દ.આફ્રિકાના જોન્ટી રોહડ્સે 1992 વર્લ્ડ કપમાં ઈન્ઝમામ ઉલ હક (48 રન)ને હવામાં ડાઈવ લગાવીને રન આઉટ કર્યો. લેગ બાય લેવા ઈચ્છતો હક ક્રિસમાં પાછો ફરે એ પહેલા બેલ્સ પડી ગઈ હતી.
બાંગ્લાદેશે કર્યો મોટો અપસેટ
20,958 મત
6. બાંગ્લાદેશની ટીમને 1999 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 62 રને કારમો પરાજય આપ્યો. 224 રનના લક્ષ્યથી આગળ પાકે 13 ઓવરમાં 42 રને 5 વિકેટ ગુમાવી. પૂરી ટીમ 44.3 ઓવરમાં 161 રને સમેટાઈ ગઈ.
સચિને શોએબની ધોલાઈ કરી
20,425 મત
7. 2003ના વર્લ્ડ કપમાં પાક સામેના વિજયમાં સચિને 98 રનની ઈનિંગ્સ રમી. શોએબ અખ્તરની પહેલી ઓવરના ચોથા બોલે સિક્સર બાદ બે બાઉન્ડ્રી ફટકારી રાવલપિંડી એક્સપ્રેસને દિવસે તારા દેખાડી દીધા હતા.
શોએબ અખ્તરની રેકોર્ડ પેસ
20,285 મત
8. પાકિસ્તાની સ્પીડસ્ટાર શોએબ અખ્તરે 2003 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના નિક નાઈટને 100.23 માઈલ પ્રતિકલાકની ગતિથી બોલ નાખ્યો. આ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી વધુ સ્પિડ હતી.
લારાની સદી આફ્રિકા બહાર
12,245 મત
9. 1996 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં બ્રાયન લારા (111રન)એ સદી ફટકારી જેનાથી ગ્રુપ મેચોમાં અપરાજિત રહેલી દક્ષિણ આફ્રિકા બહાર ફેંકાઈ ગયું. 265 રરના લક્ષ્ય સામે આફ્રિકાની ટીમ 245 રને સમેટાઈ ગઈ.
સેહવાગ-કોહલીની જોરદાર સદી
11,941 મત
10. 2011 વર્લ્ડ કપની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે વીરેન્દ્ર સેહવાગ (175) અને વિરાટ કોહલી (100*)એ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 203 રન ઉમેર્યા. બારતે 370/4નો વિશાળ સ્કોર બનાવ્યો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર