ધાસમાં ચાલવાના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

8

* ચોમાસું આવી ગયું ઢેર ઢેર ઘાસ ઉગી નીકળે છે. એવામાં તમે ઘાસ પર ચાલો તો તેના અનેક નાના-મોટા ફાયદાઓ છે. રોજ ઘાસમાં વોકિંગ કરો અને રહો તરોતાજા. કદાચ જ એવા કોઈ લોકો હશે જેમને ઘાસ પર ચાલવાના ફાયદાઓ ખબર નહિ હોય.

* જે લોકોને હેલ્ધી, યંગ અને તેજસ્વી દેખાવવું હોય તેમને દરરોજ ઓછામાં ઓછુ ૧૦ મિનીટ સુધી ઘાસ પર  ચાલવું જોઈએ. કહેવાય છે કે જે લોકો દરરોજ સવારે વોકિંગ માટે ઘાસમાં ચાલે છે તે સામાન્ય માણસ કરતા વધારે આયુષ્ય મેળવે છે.

* ઘાસ પર ચાલવાથી આપણા પગનો સીધો સંપર્ક જમીન સાથે થાય છે, જેનાથી એક્યુપ્રેશરના માધ્યમે બોડીના અંગોની એક્સરસાઈઝ થાય છે અને ઘણી બીમારીઓ થી છુટકારો મળે છે.

* કુણા અને ઠંડા ઘાસ પર ચાલવાથી આંખોની રોશનીમાં ફાયદો થાય છે. ઘાસમાં ચાલવાથી તમે પ્રકૃતિની નજીક છો એવું તમને ફિલ થશે. આના પર વોક કરવાથી તણાવ ઓછો થાય, ડાયાબિટીસમાં ઉપયોગી, છીંક – એલર્જીની સારવાર, દ્રષ્ટિ તીવ્ર બને, પ્રદૂષિત હવાથી બચાવે, હાયપરટેન્શનમાં લાભદાયી અને ઉર્જાનું નિર્માણ વગેરેમાં ફાયદાકારક છે.

* એક અધ્યન અનુસાર 58 લોકોને સવારે ઉઘાડા પગે ઘાસમાં ચાલવાનું કહેવામાં આવ્યું. તેમાંથી 40 લોકોના ચશ્માં (નંબર) ઉતરતી ગયા જયારે 18 લોકોને આંખ ના નંબર ઘટી ગયા. આંખની રોશની વધારવા વિટામીન ‘એ’ ની જરૂર પડે છે જે ઘાસ પૂરું પડે છે.

* ઘાસ પર વોક કરવાથી શરીરમાં કુદરતી ઊર્જા બની રહે છે. આનાથી શરીરના અંગો વધારે સક્રિય (એક્ટીવ), નમણા અને ઉપયોગી બને છે.

6968770-girl-chill-in-nature

* ઘાસમાં ચાલવાથી પગની એડીનો દુખાવો, હાઈપરટેન્શન, સાંધાનો દુખાવો, સ્ટ્રેસ, અનિન્દ્રા અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.

* ઝાકળ યુક્ત ઘાસ પર ચાલવાથી શરીરમાં એન્ડોરફીંસ ફેલાય છે, જે આપણી તાજગી અને પ્રસન્નતાને ટકાવી રાખવા મદદ કરે છે ઉપરાંત ઘાસ પર વોક કરવાથી લોહી પતલુ બને છે.

* ઉઘાડા પગે ઘાસમાં ચાલવાથી શરીર સ્ટ્રોંગ બને છે. અમુક લોકો એવું માનતા હોય છે કે ચોમાસામાં ખુલ્લા પગે ઘાસમાં ફરવાથી ઠંડી શરીરમાં ચડી જાય છે, જે બિલકુલ ખોટું છે.

* ડાયાબિટીસ વાળા લોકોને હરિયાળી વચ્ચે બેસવું, ફૂલોનો સ્પર્શ કરવો અને તેને જોવા સારું માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દી હરિયાળીની વચ્ચે રહીને નિયમિત ઊંડો શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનની પૂર્તિ થવાથી આરામ મળે છે.

* ગ્રીન થેરપીનું મુખ્ય અંગ ભીના ઘાસ પર ચાલવું કે બેસવું છે. પગની એડી સાથે સબંધિત કોમળ કોશિકાઓ અને તેના સાથે જોડાયેલ ચેતાઓ માથા સુધી રાહત ફેલાવે છે.

Comments

comments


8,043 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5