બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ ની લોકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ દંગલ, એક રેસલરના જીવન પર જ આધારિત છે. આના પહેલા રેસલરના જીવન પર સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સુલતાન’ પણ બની ચુકી છે.
આમિર ની આ ફિલ્મ ‘મહાવીર સિંહ ફોગટ’ ના જીવન પર બનેલ બાયોપિક ફિલ્મ છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે છોકરીઓને ટ્રેઇન કરે છે અને એમાં સફળ પણ થાય છે.
આ ફિલ્મમાં એવી છોકરીઓની કહાની છે જેણે સખત મહેનત અને પરસેવો પાડીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે. આમિર પોતાની પુત્રીઓ બબીતા કુમારી અને ગીતાને પહેલવાન નો ખેલ શીખવાડે છે.
દંગલ ગર્લ્સ પર આધારિત છે તેથી આમાં એક ડાયલોગ પણ છે, ‘ગોલ્ડ તો ગોલ્ડ હોતા કે છોરા લાવે યા છોરી…’ હાલમાં રીલીઝ થયેલ આ ટ્રેલર યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આમિર ની આ ફિલ્મમાં તેની પત્ની તરીકે ‘સાક્ષી તંવર’ ભૂમિકા ભજવી રહી છે.
ફિલ્મ દંગલનું ટાઈટલ ટ્રેક ‘દલેર મહેંદી’ એ ગાયું છે. આ સોંગ સાંભળીને લોકો પ્રેરિત અને જોશ અનુભવ કરશે. આમિરની દંગલ ૨૩ ડીસેમ્બરના રોજ રીલીઝ થવાની છે, જેના ડાયરેક્ટર નિતેશ તિવારી છે. જુઓ નીચે દર્શાવેલ ધમાકેદાર ટ્રેલર….