કુબેર ધનના અધિપતિ એટલે કે ધનના રાજા છે. પૃથ્વીલોકની સમસ્ત ધન-સંપત્તિના એકમાત્ર તેઓ સ્વામી કહેવાય છે. કુબેર ભગવાન શિવના પરમપ્રિય સેવક તથા ભક્ત છે
આપણાં ધર્મશાસ્ત્રોમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ જણાવવામાં આવ્યાં છે. જેમાંથી ધનના રક્ષક કુબેર દેવતાનું સ્થાન બહુ મહત્ત્વનું છે. એવું માનવામાં આવે છે કે ધનનાં દેવી માતા લક્ષ્મીના ધનકોષના દ્વારપાળ ભગવાન કુબેર છે. એવા ઘણાં લોકો છે જેમના ઘરમાં કે વેપારમાં ધનલાભ તો ઘણો થાય છે, પરંતુ ધન ટકતું નથી, કોઈ ને કોઈ કારણસર તે ધન ખર્ચાઈ જાય છે. ભલે પછી તે કારણ રોગ હોય, અચાનક વેપારમાં થયેલું નુકસાન હોય અથવા અચાનક વેપાર કે દુકાનમાં લાગેલી આગ હોય. જો તમારી સાથે આવું બની રહ્યું હોય તો ધનના દેવતા કુબેર તમારાથી નારાજ હોય એવું બની શકે. આવું ન થાય તથા કુબેર દેવતાની કૃપા મળે તે માટે કુબેર સાધના કરવી જોઈએ.
કુબેરને રાક્ષસ સિવાય યક્ષ પણ કહેવામાં આવ્યા છે. યક્ષ ધનના રક્ષક જ હોય છે, તેને ભોગવતા નથી. કુબેરનું જે દિક્પાલ રૃપ છે તે પણ તેમના રક્ષક અને પ્રહરીના રૃપને જ સ્પષ્ટ કરે છે. સદીઓ પુરાણાં મંદિરોના બાહ્ય ભાગોમાં કુબેરજીની ર્મૂિતઓ મળવાનું રહસ્ય પણ એ જ છે કે મંદિરોના ધનના રક્ષક તરીકે તેઓ સ્વીકૃત હતા.
કુબેર સાધનાની વિધિ
કુબેર ધનના અધિપતિ એટલે કે ધનના રાજા છે. પૃથ્વીલોકની સમસ્ત ધન-સંપત્તિના એકમાત્ર તેઓ સ્વામી કહેવાય છે. કુબેર ભગવાન શિવના પરમપ્રિય સેવક તથા ભક્ત છે. ધનના અધિપતિ હોવાને કારણે તેમને મંત્રસાધના દ્વારા પ્રસન્ન કરવાનું વિધાન પણ શાસ્ત્રોમાં જણાવાયું છે.
અતિ દુર્લભ કુબેર મંત્ર
*ॐ શ્રીં ॐ હ્રીં શ્રીં ॐ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાયઃ નમઃ ।
*ॐ કુમ કુબેરાય નમઃ ।