દૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી

hot water spring in manali in Gujarati | janvajevu.com

આમ તો મનાલી પર્યટકો માટે રહેવા ફરવા નું મનપસંદ સ્થળ છે. અહીની વાડીઓ અને અહીના દિલકશ નઝારા કોઈને પણ સંમોહિત કરી શકે છે. મનાલી માં એક ધાર્મિક સ્થળ એવું છે, જ્યાં બરફીલી ઠંડીમાં પણ પાણી ઉકળે છે. એવી માન્યતા છે કે શેષનાગના ગુસ્સાને કારણ આ પાણી આજે પણ ઉકળી રહ્યું છે.

આ સ્થળનું નામ છે મણીકર્ણ. એવું કહેવાય છે કે શેષનાગે ભગવાન શિવ ના ક્રોધથી બચવા માટે અહી એક દુર્લભ મણી (રત્ન) ફેંકી હતી. આ કારણે આ ચમત્કાર થયો અને તે આજે પણ ચાલુ છે.

MANALI - MANIKARAN - KHEERGANGA TREK (55)

મણીકર્ણ માં શેષનાગે ભગવાન શિવ ના ક્રોધથી બચવા માટે મણી ફેંકી હતી, આની પાછળ ની વાર્તા પણ અનોખી છે. માન્યતા અનુસાર મણીકર્ણ એક એવું સુંદર સ્થળ છે જ્યાં ભગવાન શિવ અને દેવી પાર્વતીએ લગભગ 11 હજાર વર્ષો સુધી તપસ્યા કરી હતી.

દેવી પાર્વતી જયારે જળ ક્રિડા (જળ રમતો) કરી રહી હતી ત્યારે, તેમના કાનોમાં લાગેલ આભૂષણોની એક દુર્લભ મણિ પાણીમાં પડી ગઈ હતી. ભગવાન શિવે પોતાના ગણોને આ મણિ શોધવાનું જણાવ્યું પરંતુ, તમામ પ્રયાસો કર્યા છતાં પણ તે મણિ મળી નહિ. આનાથી ભગવાન શિવ ખુબજ ગુસ્સે થયા. આ જોઇને દેવતા પણ ધ્રુજવા લાગ્યા. ભગવાન શિવનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી નાખી. જેનાથી એક શક્તિ ઉત્પન્ન થઇ અને તેનું નામ નૈનાદેવી પડ્યું.

hot water spring in manali in Gujarati | janvajevu.com

નૈનાદેવી એ જણાવ્યું હતું કે દુર્લભ મણિ પાતાળ લોકમાં શેષનાગ પાસે છે. બધા દેવતા શેષનાગની પાસે ગયા અને મણી માંગવા લાગ્યા. દેવતાઓની પ્રાર્થના કરવાથી શેષનાગે બીજા મણિઓની સાથે આ વિશેષ મણિને પણ પાછી આપી દીધી. જોકે તેઓ આ ધટનાક્રમથી ખુબજ દુ:ખી થયા. શેષનાગે જોરથી શ્વાસ લીધો જેના કારણે આ જગ્યા પર ગરમ પાણીનો પ્રવાહ ફૂટ્યો.

મણિ પાછો મળ્યા બાદ પાર્વતી અને શંકરજી ખુબજ ખુશ થયા. બસ, ત્યારથી જ આ જગ્યાનું નામ મણીકર્ણ પડી ગયું.

hot water spring in manali in Gujarati | janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,251 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>