સામગ્રી
* ૧ કપ બાફેલા બટાટા,
* ૧/૨ કપ મેંદાનો લોટ,
* ૧/૪ કપ બારીક સમારેલી કોથમીર,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ મરચું,
* ૨ ટેબલ સ્પૂન ધી,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
એક બાઉલમાં સૌપ્રથમ બાફેલા બટાટાના પીસ નાખીને, મેંદાનો લોટ, સમારેલી કોથમીર, સમારેલ મરચું, ધી અને સ્વાદાનુસાર મીઠું નાખવું. હવે આ મિશ્રણને ધીમે ધીમે મસળી નાખી લોટ બાંધવો. આ મિશ્રણને ૧૦ થી ૧૫ મિનીટ સુધી એમ જ રાખી મુકવું. ત્યારબાદ આ લોટના ગોયણા કરીને રોટલી બનાવવી.
આ રોટલીને વણવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરવો. આ રોટલીને ધીમા હાથે વણવી, જેથી બટાટા બહાર ન નીકળી જાય. આવી રીતે બધી રોટલીને વણવી. તો તૈયાર છે રોટલી. સેકવા માટે આ રોટલીને નોનસ્ટીક પેનમાં નાખી ઉપરથી સહેજ તેલ રેડવું. આવી રીતે બંને સાઈડ ઓઈલ લગાવવું. જ્યાં સુધી આ રોટલી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી તેને સેકવી.