હ્રિતિક-રણબીર જેવા સ્ટાર્સે આ લક્ઝુરિયસ પેલેસ કર્યુ છે શૂટિંગ

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

ઉદેપુરમાં પીછોલા લેકની વચ્ચે આવેલી તાજ ગ્રુપની લેક પેલેસ હોટલ વિશ્વની ટોપ લક્ઝરી રિસોર્ટમાં સ્થાન પામી છે. આ ભારતની એક માત્ર એવી હોટલ છે જેને પાંચમું સ્થાન મળ્યું છે. આ ભારતની સૌથી મોંઘી હોટલ છે. તાજની આ લેક પેલેસ હોટલને સૌથી રોમેન્ટિક હોટલ પણ માનવામાં આવે છે. અહીંના લક્ઝરી પ્રેસિડેન્શિયલ સ્યૂટ માટે 6 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. આ પેલેસમાં હ્રિતિક રોશન, રણબીર કપૂર અને હોલિવુડ અભિનેતા જેમ્પ બોન્ડની ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.

યુએસમાં પ્રાઈઝ લાઈન ગ્રુપની વેબસાઈટ બુકિંગ ડોટ કોમના સમારોહમાં આ એવોર્ડની ઘોષણા થઈ હતી. આ એવોર્ડ આ વેબસાઈટ દ્વારા જે હોટલમાં સૌથી વધારે બુકિંગ કરાવનારા પર્યટકો અને તેમની કોમેન્ટ્સના આધારે આપવામાં આવે છે.

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

કહી પાણી પર તરતી હોટલ

ઓન લાઈન ટ્રાવેલિંગ માર્કેટ પર નજર રાખનારા આ વેબસાઈટ પર પર્યટકોની કોમેન્ટ્સમાં સર્વશ્રેષ્ઠ મહેમાનગતિના વખાણ કરતા લખ્યું હતું કે લેક પેલેસ પાણી પર તરતી એક એવી હોટલ છે જે મહેમાનોને ઉત્તમમાં ઉત્તમ આતિથ્ય સરકાર મળે છે.

પહેલા પણ ટોપ પર રહી ચૂકી છે આ હોટલ

નેશનલ ટૂરિઝમ એવોર્ડ 2012-13માં તાજ લેક પેલેસને બેસ્ટ હોટેલ ઈન ફાઈવ સ્ટાર ડિલક્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળી ચૂક્યું છે. પહેલા પણ લેક પેલેસને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ટૂરિઝમ એવોર્ડ મળી ચૂક્યા છે.

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

200 વર્ષથી અકબંધ અહીંનો રાજાશાહી એહસાસ

અહીં આવનારા દરેક મહેમાનોને શાહી એહસાસ આપવા માટે અહીંની દરેક જગ્યાને એજ અંદાજમાં રાખવામાં આવી છે જેવી તે 200 વર્ષ પહેલા હતી. અહીં આવતા દરેક મહેમાનને રાજા મહારાજા હોવાનો અનુભવ થાય છે. રૂમમાં બનેલા ગિલ્ટ મોલ્ડિંગ, માર્બલના પૂતળાની સુંદરતા એવી જ છે જેવી 1930માં મહારજાના સમયમાં હતી.

હોટલમાં છે 66 રૂમ, અને 17 સ્વીટ

હોટલમાં 66 રૂમ અને 17 સ્વીટ છે. આ પેલેસના ઈન્ટીરીયરને ઉદેપુરના રાજા મહારાજાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. અહીં એક ગ્રાન્ડ પ્રેસિડેન્શિયલ સ્વીટ છે જેને શંભુ પ્રકાશ સ્વીટના નામે ઓળખવામાં આવે છે.

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

The country's most luxurious palace, stars like Hrithik, Ranbir was shooting

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,297 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 6 =