ચમત્કાર: 50 લાખ લીટર પાણીથી પણ ન ભરાયો શીતળા માતાનો આ નાનો ઘડો, વૈજ્ઞાનિક પણ ચકિત!!

miraculous sheetala mata temple on rajsthan | Janvajevu.com

દેવીય ચમત્કાર: 50 લાખ લીટર પાણીથી પણ ન ભરાયો શીતળા માતાનો આ નાનો ઘડો, વૈજ્ઞાનિક પણ ચકિત!!

રાજસ્થાનના પાલી જીલ્લામાં દરવર્ષે, સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ અને ચમત્કાર પુનરાવર્તિત થાય છે. શીતળા માતાના મંદિર સ્થિત અડધો ફૂંટ ઊંડો અને એટલો જ પહોળો ઘડો, શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખોલવામાં આવે છે. લગભગ 800 વર્ષથી નિરંતર વર્ષમાં બે વખત આ ઘડાને સામે લાવવામાં આવે છે. અત્યાર સુધી આમાં 50 લાખ લિટર કરતાં વધુ પાણી ભરેલ છે. આને લઈને એવી માન્યતા છે કે આ ઘડામાં કેટલું પણ પાણી નાખવામાં આવે, આ ક્યારેય ન ભરાય. ઉપરાંત એવી પણ માન્યતા છે કે આનું પાણી રાક્ષસ પીવે છે, જેના લીધે આ ઘડો પાણીથી ક્યારેય નથી ભરાતો. રસપ્રદ છે કે વૈજ્ઞાનિક પણ આનું કારણ આજ સુધી શોધી નથી શક્યા.

વર્ષમાં બે વાર હટે છે આ પથ્થર

miraculous sheetala mata temple on rajsthan | Janvajevu.com

ગ્રામીણ અનુસાર લગભગ 800 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલતી આવે છે. આ ઘડા ઉપરથી પથ્થરને વર્ષમાં બે વાર હટાવવામાં આવે છે, પહેલો શીતળા સાતમ અને બીજો મોટી પૂનમના મહિને. આ બંને પ્રસંગોમાં ગામની મહિલાઓ આમાં કળશ ભરી ભરીને હજારો લીટર પાણી નાખે છે, પરંતુ આ ઘડો ભરાતો નથી. પછી, અંતમાં પૂજારી પ્રચલિત માન્યતા અનુસાર માતાના ચરણોમાં લગાવીને દૂધનો ભોગ ચઢાવવામાં આવે છે, તો આ ધડો આખો ભરાય જાય છે. દૂધનો ભોગ લગાવીને આને બંધ કરવામાં આવે છે. આ બંને દિવસે ગામમાં મેલો પણ ભરાય છે.

વૈજ્ઞાનિકને પણ નથી ખબર ક્યાં જાય છે પાણી

miraculous sheetala mata temple on rajsthan | Janvajevu.com

રસપ્રદ છે કે આ ઘડાને લઈને વૈજ્ઞાનિક સ્તરોપર પણ ઘણી શોધો થઈ ચુકી છે, પણ ભરવામાં આવેલ પાણી ક્યાં જાય છે, આ કોઇપણ શોધી શક્યું નથી.

માન્યતા અનુસાર રાક્ષસ પીવે છે આ ઘડાનું પાણી

એવી માન્યતા છે કે આઠ સો વર્ષ પહેલાં બાબરા નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના ત્રાસથી ગ્રામજનો પરેશાન થતા. આ રાક્ષસ બ્રાહ્મણોના ઘરમાં જયારે પણ કોઈ લગ્ન હોય તો વરરાજાને મારી નાખતો. ત્યારે બ્રાહ્મણોએ શીતળા માતાને પ્રાર્થના કરી, પછી શીતળા માતા ગામના એક બ્રાહ્મણના સપનામાં આવ્યા. તેમણે જણાવ્યું કે જયારે તેમની પુત્રીના લગ્ન થશે ત્યારે તે રાક્ષસને મારી નાખશે. લગ્ન સમયે શીતળા માતા એક નાની કન્યાના રૂપે ત્યાં આવ્યા. તે માતાએ પોતાના ઘૂંટણેથી રાક્ષસને પકડી મારી નાખ્યો. આ દરમિયાન રાક્ષસે શીતળા માતા પાસે વરદાન માંગ્યું કે ઉનાળામાં તેને પાણીની તરસ ખુબજ લાગે છે. એટલા માટે વર્ષમાં બે વખત પાણી પીવડાવવું પડશે. શીતળા માતાએ તેને આ વરદાન આપ્યું. ત્યારથી આ મેળો ભરાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,063 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>