દુબઈની સેરાફિના રેસ્ટોરાં, જ્યાં ગ્રાહકો બિલ જાતે નક્કી કરે છે

ફરવા માટે આપણે કોઇ ખાસ જગ્યાની મુલાકાત લેવાનું ઇચ્છતા હોઇએ છીએ, આ માટે સતત ઉત્સુક પણ રહીએ છીએ. દેશભરમાં ફરવાના સ્થળોની સાથે એવી કેટલીક ખાસ રેસ્ટોરાં પણ છે જેની મુલાકાત લેવામાં તમે આનંદનો અનુભવ કરી શકો છો. આજે અહીં એવી રેસ્ટોરાંની વાત કરવામાં આવી રહી છે જ્યાં તમારે તમારી પસંદગીના વ્યંજનનો સ્વાદ લેતી સમયે બિલની ચિંતા કરવાની રહેશે નહીં. દુબઇની આ રેસ્ટોરાં આપને એ વાતની છૂટ આપે છે કે અહીં તમારી ઇચ્છા પ્રમાણે તમે અહીં પેમેન્ટ કરી શકો છો. એટલે કે તમે જે પણ ફૂડ ઓર્ડર કરો છો તેના માટે તમે કેટલી રકમ ચૂકવશો તે તમારી પર આધાર રાખે છે.

દુબઇમાં આવેલી સેરાફિના નામની આ રેસ્ટોરાં તમને તમારી ઇચ્છા અનુસાર બિલ ચૂકવવાની સગવડ આપે છે. આ રેસ્ટોરાંમાં તમને છૂટ છે કે ખાવાનું ખાઇ લીધા બાદ તમે સાથે મળીને જેટલી રકમ આપવા ઇચ્છો તેટલી આપી શકો છો. ખાસ વાત તો એ છે કે કોઇપણ વ્યંજનની કોઇ નક્કી કરેલી કિંમત રાખવામાં આવી નથી. ગ્રાહકને જે ડિશ જેટલી પસંદ આવે તે પ્રમાણેની કિંમત તે ચૂકવી શકે છે. આ રેસ્ટોરાંની જાણ ગલ્ફ ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે.

Serafina Dubai

રેસ્ટોરાંના મેનેજર ડોમિનિક ગ્રુએનિંગે જણાવ્યું છે કે અમે કંઇક નવું કરવાના ઇરાદાથી આ પ્રયોગ શરૂ કર્યો છે. હાલમાં આ ઓફર ફક્ત બ્રેકફાસ્ટને માટે રાખવામાં આવી છે,અને અમને જે પ્રકારનો રિસ્પોન્સ મળશે તે પ્રમાણે તેને અન્ય મેન્યૂ માટે પણ શરૂ કરવાનું વિચારવામાં આવશે. હાલમાં ગ્રાહકો બ્રેકફાસ્ટની આ ઓફરમાં જે પ્રમાણે મરજીથી કિંમત ચૂકવે છે તે એકદમ યોગ્ય જોવા મળી રહી છે. જે કિંમત હોવી જોઇએ તે ગ્રાહકો અમને આપી રહ્યા છે.

Serafina Dubai

રેસ્ટોરાંના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો અહીંનું ઇન્ટિરિયર મનોહર અને આહ્લાદક અહેસાસ કરાવે છે. અહીં તમે એક અલગ જ પ્રકારની કલાકૃતિ કરેલી દિવાલો અને સાથે સ્વિમિંગ પુલની મજા પણ માણી શકો છો. અહીં આવનાર ગ્રાહક બાર, રેસ્ટોરાં અને સ્વિમિંગની સાથે મનપસંદ ફૂડ આ દરેક બાબતોને એકસાથે મેળવી શકે છે. અહીંનું ઇટાલિયન ફૂડ ફેમસ છે. આ રેસ્ટોરાં એક સેવન સ્ટાર રેસ્ટોરાંથી ઓછી આંકી શકાય તેમ નથી.

Serafina Dubai

Serafina Dubai

Serafina Dubai

Serafina Dubai

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,204 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>