આ મંદિરનું ભવ્યતામાં જ સુંદરતા છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ન્યુઝર્સીમાં આવેલ ‘શ્રી સ્વામિનારાયણ મંદિર’ ની. અમેરિકામાં ‘અક્ષરધામ મંદિર’ ઘણા શહેરોમાં આવે છે. જેમકે, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જલસ સહિત ટોરોન્ટો (કેનેડા) વગેરે…. પણ આ મંદિરની વાત તો કઈક અલગ જ છે.
આ ભારતથી દુર સાત સમંદર પાર ન્યુઝર્સીના ‘રોબિન્સ વિલે’ માં લગભગ એક હજાર કરોડ રૂપિયાની કિમતે બનેલ અક્ષરધામ મંદિર વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર છે, જે 162 એકરના અફલાતુન ક્ષેત્રમાં ફેલાયેલ છે.
આ દિવ્યતાની ભવ્યવાળા મંદિરનું બાંધકામ સન 2010 માં થયું અને 2016 માં તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ મંદિર 95 વર્ષીય પૂજ્ય શ્રી ‘પ્રમુખ સ્વામી’ ની દેખભાળ હેઠળ છે. દુરદુરથી લોકો આ મંદિરના દર્શન કરવા જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સુંદર મંદિરને વિશ્વનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે.
આ ઉપરાંત હિંદુ ધર્મ સિવાયના કેટલાય ફોરેનર પણ અહી દર્શનાર્થે આવે છે. આ મંદિરનું નકશીકામ પણ ખુબજ કોતરણીઓવાળું અને જોરદાર છે. જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં કાફી છે. આ મંદિરનું આર્કીટેક્ચર દક્ષીણ ભારતીય વાસ્તુકલા પણ આધારિત છે.
મંદિરની અંદર બધા જ હિંદુ દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિર ને BAPS એટલે કે ‘શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’ એ બનાવ્યું છે. અમેરિકામાં જે જગ્યાએ વધારે હિંદુ લોકો હોય તે જગ્યાએ આને બનાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણપણે સંગેમરમરથી બન્યું છે.
BAPS સંસ્થા દ્વારા 162 એકરના ક્ષેત્રફળમાં બનેલ અને વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિર તરીકે આને ‘ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં શામેલ કરવામાં આવ્યું છે. આ વિશાળકાય મંદિર 134 ફૂટ લાંબુ અને 87 ફુટ પહોળું છે. ઉપરાંત મંદિરની અંદર 3 ગર્ભગૃહ પણ છે.