દુનિયાભરના રઈસોની લાઈફસ્ટાઈલ જેવી શાનદાર હોય છે તેવી તેમની સવારી પણ. જયારે આપણે ઘણીક વ્યક્તિની વાત કરીએ ત્યારે બીલ ગેટ્સ સૌપ્રથમ નજરે આવે. એવામાં અમે અમે તમને તેમની ફેવરીટ કાર્સ વિષે જાણવાના છીએ.
માઇક્રોસોફ્ટના સ્થાપક અને ટેક્નોલોજી ના અગ્રણી બીલ ગેટ્સને કોણ નથી જાણતું. ગેટ્સનો જન્મ વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં થયો હતો. તેમનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો.
ગેટ્સ જેટલા ધનિક છે તેટલા જ તેમના શોખો પણ લકઝરીયસ છે. બીલ ગેટ્સને મોંધી મોંધી કારોનો બેહદ શોખ છે. તેઓ ‘પોર્શે કંપનીની કારના શોખીન છે. જયારે ગેટ્સને ફુરસતની પળો મળે ત્યારે એટલેકે આજની તારીખમાં પણ ગેટ્સ મોંધી એવી સ્પોર્ટ્સ કાર ‘પોર્શે 959’ ચલાવે છે.
તેમની આ એક્સપેન્સીવ કારની કિંમત 2.2 કરોડ રૂપિયા છે. આ કારને દુનિયાની સૌથી ઝડપી કાર માનવામાં આવે છે. ઉપરાંત તેમની પાસે ‘લીમોબીન’ કાર છે પણ છે જે સૌથી મોંધી કાર માંથી એક છે. ગેટ્સના ગેરેજમાં પોર્શેના જ ‘911 કરેરા’ અને ‘930’ મોડેલ પણ શામેલ છે.
ગાડીઓ ઉપરાંત ગેટ્સ પાસે પોતાનું પર્સનલ જેટ પણ છે જેણે ખરીદવું એ તેમની લાઈફની સૌથી મોટી ભૂલ તેઓ માને છે. તેઓ દુનિયાના સૌથી આલીશાન ઘરમાં રહે છે.
ગેટ્સની કહાની અન્ય લોકોની જેમ ફકીર થી અમીર બનવાની નથી. પહેલેથી જ તેઓ ઘનવાન પરિવાર માં જનમ્યા છે. તેમના પિતા પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાએ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ બેન્કસિસ્ટમ અને ‘યુનાઇટેડ વે ઓફ અમેરિકા યુનાઇટેડ વે’ ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ફરજ નીભાવી હતી.
વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ એવા બીલ ગેટ્સ જો દરરોજ 1 મિલીયન ડોલર (આશરે રૂ. 6 કરોડ) પણ ખર્ચ કરે તો તેમને પોતાની બધી જ સંપત્તિ ખર્ચ કરવામાં 218 વર્ષનો સમય લાગી જાય.
બીલ ગેટ્સની સંપત્તિ આશરે 79 અબજ ડોલરની છે. અઢળક દોલત હોવા છતાં ગેટ્સ એક સારા વ્યક્તિ અને દાનવીર પણ છે. તેમની પત્નીનું નામ મિલિંડા ગેટ્સ છે અને તેમને ત્રણ સંતાનો છે. મિલિંડા ‘ગેટ્સ બીલ એન્ડ મિલિંડા ગેટ્સ’ નામની એક સંસ્થા ચલાવે છે. જેમાં ગરીબ લોકોને સહારો આપવામાં આવે છે.