દુનિયાના પ્રથમ સંદેશાવાહક દેર્વિષ નારદ

The first messenger Narada dervisa

દેર્વિષ નારદ ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત હતા. નારદજી પૂર્વજન્મમાં એક ગંધર્વ હતા અને પછી તેઓ બ્રહ્માજીના સાત માનસપુત્રોમાંથી એક પુત્ર તરીકે વૈશાખ વદ એકમના દિવસે અવતર્યા. નારદજી અહીંની વાત ત્યાં કરતા અને ત્યાંની વાત અહીં. તેઓ બે લોકો વચ્ચે આગ લગાવવાનું કામ કરવા માટે ઘણા પ્રસિદ્ધ હતા, પરંતુ તેમના આમ કરવા પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેતો. તેમને મનુષ્ય, દેવ, દાનવ એમ સૌ કોઈ માનતા હતા. તેઓ જ્યાં પણ જાય ત્યાં માન-સન્માન મળતું. તેમને સંપૂર્ણ બ્રહ્માંડની ખબર રહેતી કે ક્યાં શું થઈ રહ્યું છે, તેથી કહી શકાય કે તેઓ દુનિયાના પહેલા પત્રકાર હતા. તેમના હાથમાં વીણા રહેતી અને મુખ પર નારાયણ-નારાયણનો જાપ. સતત ભ્રમણ કરતા રહેતા અને સંદેશાઓ આપતા-પહોંચાડતા રહેતા.

ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંથી દેર્વિષ નારદને ત્રીજો અવતાર માનવામાં આવે છે. નારદજીને સંગીતના આદ્ય આચાર્ય માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધા જ જીવોનું કલ્યાણ કરવું એ જ તેમનો સંકલ્પ હતો. તેઓ દરેકને તેમની સમસ્યાનું સમાધાન જણાવતા રહે છે. ભગવાનના ભક્તોને ભક્તિનો માર્ગ બતાવે છે. તેમને ભક્તિસૂત્રના નિર્માતા પણ માનવામાં આવે છે. તેઓ નારદસંહિતાના રચનાકાર હતા. તેમણે જ્યોતિષ વિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગ પર પણ ઘણો પ્રકાશ પાડયો છે. નારદ ભક્તિસૂત્રમાં ભક્તિને સૂક્ષ્મ રૂપે વર્ણિત કરવામાં આવી છે. નારદ અવતાર દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે.

નારદમુનિને સમજવા સહેલા નથી. આમ તો તેઓ હંમેશાં ખુશ અને આનંદિત દેખાય છે, પરંતુ તેટલા જ ગંભીર અને વિદ્વાન પણ છે. પૌરાણિક કથાઓ અનુસાર તેમણે ભગવાન વિષ્ણુનાં ઘણાં કામ કર્યાં છે. નારદજીને ભગવાન વિષ્ણુના સંદેશવાહક પણ માનવામાં આવે છે. તેઓ હંમેશાં ત્રણેય લોકોમાં ફરતા રહેતા. દેવ, દાનવ અને માનવને જાણકારીઓ આપતા રહેતા. શબ્દકલ્પદ્રુમામાં તેમને ભક્તિની વાતો કરનારા માનવામાં આવ્યા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,721 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>