રેસ્ટોરન્ટ માં ખાવાનું કોને સારું ન લાગે, પણ કયા રેસ્ટોરેન્ટમાં તમે ખાવાનું પસંદ કરશો? જ્યાંનું ખાવાનું સારું હોય કે પછી તે જગ્યામાં કઈક અલગ વાત હોય? કઈક આવું જ વિચાર કર્યું હશે આ રેસ્ટોરેન્ટનાં માલિકોએ. એટલે જ તો આ રેસ્ટોરેન્ટ તેમના ખાવાના લીધે પ્રખ્યાત હોય કે નાં હોય, પણ તેમની સ્ટાઈલ અને પ્રકાર ના લીધે જરૂર પ્રખ્યાત છે.
માત્ર ખાવાનું, વાતો નહિ
અમેરિકાના “બ્રોક્લીન” શેહેરમાં આવું જ એક રેસ્ટોરેન્ટ છે જ્યાં તમે ખાવાની સાથે વાતો નો કરી શકો. આ વિષયને તેના માલિકે ઇન્ડિયા અને બૌધ ધર્મ પાસેથી લીધેલો છે. તેમ છતાં આ ‘વાતો નહિ’ વાળો વિષય અહી અઠવાડિયામાં એક જ વાર લાગુ પડે છે.
સમુદ્ર ની અંદર રાત્રીભોજન
તમે સમુદ્રની સુંદરતા તો જોઈ જ હશે. જો સમુદ્રની સુંદરતા જોઈ ન હોય તો તેના વિષે સાંભળ્યું તો હશે જ. વિચારો કે તેની સુંદરતા વચ્ચે તમે રાત્રીભોજન કરી રહ્યા હોય વાહ! વિચારીને જ મૂડ રોમેન્ટિક થઇ જાય છે. માલદીવમાં તમે આની મજા માણી શકો છો.
કબરોની વચ્ચે ખાવાનું
એવું નથી કે રેસ્ટોરેન્ટના અલગ વિચારો માત્ર વિદેશી લોકો ને જ આવે છે. ભારત પણ આમાં પાછળ નથી. ગુજરાત ના અમદાવાદ શહેરમાં તમને કબરોની વચ્ચે ખાવાનું મળશે. સંભાળવા માં તમને થોડું અજીબ લાગી રહ્યું હશે, પણ અહી આવનાર લોકો મનભરીને તેનો આનંદ ઉઠાવે છે.
ખાવાની મજા અંધારા માં
તમે કેન્ડલ લાઈટ ભોજન તો કર્યું જ હશે. પણ એકદમ જ અંધારા માં ખાવાનું ખાધું છે? સ્વીઝરલેન્ડનું એક રેસ્ટોરેન્ટ તમને આનો અનુભવ કરાવશે. રેસ્ટોરેન્ટના માલિકની વાત માનીએ તો આ રેસ્ટોરેન્ટ જે જોઈ નથી સકતા તેના માટે છે. અહી ની એક ખાસ વાત એ છે કે અહી કામ કરવા વાળા વેઈટર પણ જોઈ નથી સકતા.
<strongઆકાશ માં રેસ્ટોરેન્ટ
જમીનથી લગભગ 150 ફૂટ ઉપર હવામાં ઝૂલતા ખાવાની મજા લેવી આટલી સરળ પણ નથી, પણ તે જગ્યા પર બેસવાનો અનુભવ તો શાનદાર જ હશે. બેલ્જીયમનું એક રેસ્ટોરેન્ટ તમને આનો અનુભવ કરાવે છે. શું તમે આનો અનુભવ કરવા માંગો છો?
હોસ્પિટલ થીમ રેસ્ટોરેન્ટ
તમારા માંથી કેટલા લોકો હોસ્પિટલ જવા માંગે છે. ખુદ ડોક્ટર પણ ત્યાં જવા નથી માંગતા. તાઇવાનનું આ રેસ્ટોરેન્ટ આ જ વિષય પર બનેલુ છે. જ્યાં કામ કરવા વાળા (વેઈટર) હોસ્પિટલ ના કપડા પેહરીને કામ કરે છે, અને આખું વાતાવરણ હોસ્પિટલ જેવું કરી દે છે.
નીન્જા થીમ રેસ્ટોરેન્ટ
ન્યુયોર્ક સીટી નું એક રેસ્ટોરેન્ટ આ થીમ પર આધારિત છે. અહી મેજિક શો અને નીન્જા પ્રદર્શન થતું રહે છે.
પ્રકૃતિ (કુદરત) ની પાસે ખાવાનું
પાણીનો ધોધ, હરિયાળી અને પોતાના પરિવારની સાથે ખાવાની મજા માણવી, તે કેટલો સરસ અનુભવ હશે. ફિલીપીન્સ ના લબાસીન ધોધ ની નીચે એક રેસ્ટોરેન્ટ છે જ્યાં તમે આની મજા લઇ શકો છો.
સેફ હાઉસ
અમેરિકા માં સ્પાય થીમ પર બનેલું આ રેસ્ટોરેન્ટ ખુબ પ્રખ્યાત છે. લોકો હમેશા આનો અનુભવ કરવા આવે છે.