દુનિયાના આ વિચિત્ર જંગલમાં એક જ દિશા તરફ વળેલા રહે છે વૃક્ષો…!!

crooked-forest-12

કોઈ પણ જંગલની પહેચાન ત્યાના વૃક્ષો, પશુઓ અને તેના આકારને કારણે થાય છે. વૃક્ષોની દુનિયા પણ ખુબજ અજીબ હોય છે. આપણી દુનિયામાં વૃક્ષોની કરોડો પ્રજાતિઓ છે, જેમાંથી આપણે કોઈકને જાણતા હોઈએ છીએ તો કોઈક નહિ.

ગ્રીનરી (હરિયાળી) જોવાનું કોને પસંદ નથી હોતું? પરંતુ, ગ્રીનરી ની સાથે કઈક એવું જોવા મળે જેનાથી આપણે ખુશ થઇ જઈએ અને એવું લાગે કે આવો નઝારો તો મે પહેલા ક્યારેય નથી જોયો એવું ફિલ થાય તો કેવું સારું?? તો ચાલો જાણીએ આ દિલકશ જંગલ વિષે…

પોલેન્ડમાં એક એવું જંગલ છે જેના વૃક્ષો, પોતાની સુંદરતા ને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ગ્રેફાઈનો નું ફોરેસ્ટ છે. આમાં 400 પાઇન (ચીડ) ના એવા વૃક્ષો છે કે જે પોતાના વક્ર આકારોને કારણે વિશ્વમાં ‘ધ ક્રૂકડ ફોરેસ્ટ’ ના નામે ઓળખાય છે. સામાન્ય રીતે પાઇનના વૃક્ષો સીધા ઉગતા હોય છે. પરંતુ, પોલેન્ડમાં વિશેષ પ્રકારના વૃક્ષો ઉગે છે.

આ જંગલની ખાસીયત એ છે કે અહીના વૃક્ષો એક જ દિશામાં છે અને એ પણ વળેલા રહે છે, જે પોલેન્ડના જંગલમાં ચાર ચાંદ લગાવે છે. જોકે, આ વૃક્ષો કેવી રીતે એક જ દિશા તરફ વાંકા વળીને રહે છે તે વિષે કઈ ખાસ જાણવા નથી મળ્યું.

આ જગલમાં પાઇનના વૃક્ષોને 1930 માં લગાવવમાં આવ્યા હતા. આ જંગલના આ વૃક્ષોને દુનિયાના સૌથી અજીબ વૃક્ષોમાં શામેલ કરવામાં આવ્યા છે. આ વૃક્ષો 90 ડિગ્રી ના ખૂણામાં વળેલા રહે છે. આ વૃક્ષોને વળેલા બનાવવા માટે ખાસ પ્રકારની ટેકનિક વાપરવામાં આવી છે. વૃક્ષોનો આ આવો આકાર લોકોને આશ્ચર્યચકિત કરી મુકે તેવો છે. હાલમાં આ વૃક્ષો એક રહસ્યમય બનેલ છે.

આ પ્રકારના વૃક્ષો સામાન્ય રીતે તમને દુનિયાના બીજા કોઈ જંગલમાં કે કોઈ અન્ય જગ્યાએ નહિ જોવા મળે. અહીના બધા જ વૃક્ષો ઉત્તર દિશા તરફ વળાંકમાં ઉગેલા છે. વૃક્ષોનું આવું મનમોહક દ્રશ્ય તમારે જોવું હોય તો પોલેન્ડના આ જંગલ (ધ ક્રૂકડ ફોરેસ્ટ) ની મુલાકાત અવશ્યપણે લેવી.

HKgIQgE

Crooked-Forest.-Poland1

D7T0015

crooked-forest-12

The-Crooked-Forest-Poland-10-e1446462732734

Crooked-Forest-Poland

Comments

comments


9,174 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 − = 7