દુનિયાના આ લોકોને મજાક મજાકમાં મળી ગયો અલીબાબા નો ખજાનો?

લોકો કહે છે ને કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે, તો પછી ખજાનો શું ચીઝ છે. શું તમે જાણો છો દુનિયામાં ધણા બધા એવા મ્યુઝિયમ છે, જ્યાં પ્રાચીનકાળના કિંમતી ખજાનાને સુરક્ષિત રખાયા છે. આ બધા ખજાનાને શોધવા વાળા લોકો પણ આપણી જેમ સામાન્ય હતા પણ, તેમની કિસ્મત અને મહેનતે તેમને કરોડપતિ બનાવી દીધા.

આજે મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી આપણી પાસે એવા યંત્રો આવી ગયા છે, જેનાથી ખજાનાને શોધવો સરળ બની ગયો છે. તો જાણો આ લોકોની કહાની અને તમે પણ થઈ જાઓ તૈયાર, ખજાનાની શોધ માટે…

રીંગલમેયર કપ

ali baba treasure

ખજાનો: રીંગલમેયર કપ

સ્થાન: સેન્ડવિચ, કેન્ટ

વર્ષ: 2001

એક ઝાંખી સવારે, કિચડમાં કઈક શોધતા પૂર્વ કેન્ટમાં રહેતા ક્લિફ બ્રેડશો નામના વ્યક્તિએ પોતાના મેટલ ડીટેક્ટરનો અવાજ સંભાળ્યો. તે જગ્યાએ ખોદકામ કરવાથી તેમને એક દુર્લભ અને ઉત્કૃષ્ટ સોનાનો પ્યાલો મળ્યો. જેને હવે રીંગલમેયર કપના નામે જાણવામાં આવે છે. આ પ્રકારનો આ દુનિયાનો બીજા નંબરનો પ્યાલો છે. કહેવામાં આવે છે કે આ પ્યાલો કાંસ્ય યુગનો છે.

આ કપને બ્રિટિશ મ્યુઝિયમે ક્લિફ બ્રેડશો પાસેથી 2,70,000 પાઉન્ડમાં ખરીદ્યો હતો.

ફીશપૂલ હોર્ડ

ali baba treasure

ખજાનો: ફીશપૂલ હોર્ડ

સ્થળ: રેવન્સહેડ, નોટિંઘમશાયર

વર્ષ: 1966

1966માં એક બિલ્ડિંગ બનાવવા માટે ખોદકામ કરતા કામદારોને મધ્યકાલિન યુગ ના સિક્કાઓ મળી આવ્યા હતા. બ્રિટિશની હિસ્ટ્રીમાં આ સૌથી મોટો ખજાનો છે. 15મી સદીના આ ખજાનામાં 1,237 સોનાના સિક્કા, 4 રિંગ્સ, 4 ઘરેણાં અને 2 સોનાની સાંકળો મળી હતી.

રોમન કોઈન હોર્ડ

ali baba treasure

ખજાનો: રોમન કોઈન હોર્ડ

સ્થાન: ફ્રોમ, સોમરસેટ

વર્ષ: 2010

ડેવ ક્રિસ્પ નામના વ્યક્તિ ફ્રોમ શહેરના એક ખેતરમાં કઈક શીધી રહ્યા હતા. તેમને અપેક્ષા હતી કે કદાચ એક રોમન સિક્કો મળી જાય, પરંતુ થોડા કલાકો પછી તેમને એક મેટલ ડિટેક્ટરનો અવાજ સાંભળ્યો. તેમને ખબર પડી કે રોમન યુગના ચાંદીના સિક્કાનો સૌથી મોટો ખજાનો તેમને હાથે લાગ્યો.

૩ દિવસ સુધી ચાલેલા આ ખોદકામ માંથી 52,000 રોમન સિક્કાઓ મળ્યા. જેની કિમત લગભગ  500,000 પાઉન્ડ હતી. પરતું દુર્ભાગ્યથી આ બધો ખજાનો સરકારી તિજોરીમાં ગયો.

સિલ્વટચ ડેલ હોર્ડ

ali baba treasure

ખજાનો: સિલ્વટચ ડેલ હોર્ડ

સ્થાન: હેરોગેટ, ઉત્તર યોર્કશાયર

વર્ષ: 2007

ડેવીન અને તેમનો પુત્ર એન્ડ્રુ ઉત્તર યોર્કશાયર એક ખેતરમાં કઈક શોધી રહ્યા હતા. તેમને લોઢાના ટુકડાની વચ્ચે એક ચાંદીનો બાઉલ મળ્યો. જેના પર સુંદર નકશીકામ કરેલ હતું. ત્યારે ખોદકામ કરતા 617 ચાંદીના સિક્કા અને 65 ચાંદીની અન્ય વસ્તુઓ મળી.

માનવામાં આવે છે કે આ નવી વસ્તુઓ 900 એડી માં ફ્રાન્સ અથવા જર્મનીમાં બની હતી. આ ખજાનાને યોર્કશાયર મ્યુઝિયમ માં વેચી દેવામાં આવ્યો. ડેવીન અને ખેતીના માલિકને 1 મિલિયન પાઉન્ડની સારી એવી રકમ પણ મળી.

હોક્સન હોર્ડ

ali baba treasure

ખજાનો: હોક્સન હોર્ડ

સ્થળ: હોક્સન, સફીક

વર્ષ: 1992

અત્યાર સુધીના બધા ખજાના મેટલ ડિટેક્ટરની મદદથી મળ્યા છે, પરંતુ હોક્સનનો આ ખજાનો ત્યારે મળ્યો જયારે કોઈક આદમી પોતાના હથોડાને શોધવાની કોશીશ કરી રહ્યા હતા. પીટર વ્હોટીલિંગ નામના એક વ્યક્તિએ પોતાનો મિત્ર એરિકને હથોડો શોધવા બોલાવ્યો. આ દરમિયાન ખોદકામ કરતા તેમને હીરા-ઝવેરાત, ચાંદીની ચમચી અને સોનાના ઘરેણાઓ મળી આવ્યા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,316 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>