દુનિયાના આ ગામમાં રહે છે સૌથી ટૂંકા લોકો

world village where too short people | janvajevu.com

દુનિયાનું એક એવું ગામ જ્યાં ટૂંકા લોકો રહે છે. અહીંના રહેવાસીઓમાના ૪૦ ટકા લોકો સામાન્ય માનવી ઊંચાઇ કરતાં ઘણા નીચા છે. ગામના ૮૦ રહેવાસીઓમાંથી ૩૬ જણા હવાર્ફ એટલે કે બટકા-ઠીંગણા છે. અહીંનો સૌથી ઊંચો માણસ ૩ ફીટ ૧૦ ઇંચની ઊંચાઇ ધરાવે છે તો સૌથી નીચો માણસ ફક્ત બે ફૂટ એક ઇંચ ઊંચાઇનો છે. જેનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો રહસ્ય અટવાઇ ગયા છે.

આજે બહુ મોટી સંખ્યામાં ‘હાઇટ-ચેલેન્જ્ડ’ રહેવાસીઓને કારણે યોન્ગસી ગામ ‘વિલેજ ઓફ ડ્વાફર્સ’ તરીકે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. ગામના આગેવાનોનું કહેવું છે કે ઘણા વર્ષો પહેલા ઉનાળાની એક રાતે ત્રાટકેલા એક ખરાબ રોગે ગામની શાંતિ-આનંદનું જીવન રોળી નાખ્યું હતું. આ રહસ્યમય રોગે ગામના પાંચથી સાત વર્ષની વયના બાળકોને ભરડામાં લીધા હતાં.

world village where too short people | janvajevu.com

૬૦ વર્ષ પહેલાની આ બાબત આજે પણ એક રહસ્ય બનીને જ રહી ગઇ છે અને આજે પણ યાન્ગસી ‘વહેંતિયાઓનું ગામ’ જ રહ્યું છે. જિલ્લા અધિકારીઓએ લખેલી નોંધ અનુસાર આ વિચિત્ર, અજાણ્યા અને નહીં ઓળખાયેલો રોગ ૧૯૫૧માં ઓળખાયો હતો. ત્યારે ભોગ બનેલાઓ રોગીઓ ટૂંકા હાથ-પગ ધરાવતા બન્યા હોવાનું કહેવાયું હતું. ૧૯૮૫માં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે ગામમાં આવો ૧૧૯ કેસ બન્યાનું જાણવા મળ્યું હતું.

જૂના કેટલાક લોકો ભલે ૮૦ સે.મી.ની ઊંચાઇ ધરાવતા હોય પણ હવેની નવી પેઢીના લોકો ઠીંગણા રહેવાના? આ વિચિત્ર રોગથી મુક્ત થયા હોવાનું જોવા મળે છે. જોકે આ વામનપણુ આવ્યું શી રીતે અને હવે જો સુધારો છે તો સાથી છે એ વિશે હજી રહસ્ય જ રહે છે.

મોકલનાર વ્યક્તિ

Ahir Sagar

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,670 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>