દુનિયાના અદભૂત કબ્રસ્તાન જોઇને તમે ચકિત થઈ જશો

દુનિયામાં અલગ અલગ ધર્મમાં અને સંસ્ક્રુતિમાં કબ્રસ્તાન બનાવવામાં આવે છે પણ શું તમે જાણો છો વિશ્વના અજબ ગજબ કબ્રસ્તાન વિષે જે દેશ વિદેશોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

સેડલેક ઓસ્યુંઅરી, ચેક રિપબ્લિક

world's spectacular cemetery | Janvajevu.com

આ કબ્રસ્તાન જોઈને તમે ચોકી જશો. સેડલેક ઓસ્યુંઅરીના આ મકબરાને લગભગ ૪૦,૦૦૦ થી ૭૦,૦૦૦ લોકોના હાડકાથી શણગારેલ છે. અમુક હાડકાથી ઝુમર તો કોઈ હાડકાથી અલગ અલગ ડીઝાઇન બનેલ છે.

મેરી કબ્રસ્તાન, રોમાનિયા

world's spectacular cemetery | Janvajevu.com

જો તમે જિંદગીને ખુબ મઝાથી જીવતા હોય તો મરતા શું દુઃખ થાય. આવું અમે નહિ પણ આ જગ્યા દર્શાવે છે. રોમાનિયામાં આવેલ મેરી કબ્રસ્તાન પોતાનો કઈક અલગ જ અંદાજ ધરાવે છે. આ કબ્રસ્તાનમાં બનાવેલ ક્રોસ લાકડીને હાથેથી પેઈન્ટ કરીને બનાવેલ છે. સાથે જ તે આત્માની ફોટો ફ્રેમને પણ લગાવવામાં આવેલ છે. અહી લગભગ ૮૦૦ ક્રોસ લાકડીઓ છે. આ પરંપરા ૮૦ વર્ષ પહેલ શરુ થઈ હતી.

નેપ્ચોન મેમોરિયલ રીફ, ફલોરિડા

world's spectacular cemetery | Janvajevu.com

આ કબ્રસ્તાનને પાણીથી ૪૦ ફૂટ નીચે સિમેન્ટ અને માનવ અવશેષોથી બનાવેલ છે. આ કબ્રસ્તાનને મૃત શરીરને ચીરસ્થાયી નિવાસ પ્રદાન કરે છે. આ સ્મારકને સમુદ્રની નીચે સુંદર રીતે બનાવામાં આવ્યું છે.

હેગિંગ કોફીન્સ, ફિલિપાઈન્સ

world's spectacular cemetery | Janvajevu.com

અહી લાશને કફીન્સમાં નાંખીને પહાડ પર લટકાવવામાં આવે છે. લાશોને જાનવરોથી બચાવવા આવે છે. હેગિંગ કફીન્સમાં અલ્પમાત્રામાં લોકો અંતિમ સંસ્કાર કરે છે.

ચાઉચીલા કબ્રસ્તાન, પેરુ

world's spectacular cemetery | Janvajevu.com

ચાઉચીલા કબ્રસ્તાનની શોધ ૧૯૨૦માં થઈ હતી. ૭૦૦ વર્ષોથી આ કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ઉપરાંત સંસ્કૃતિના પુરાતાત્વિક જ્ઞાનનો પ્રમુખ સ્ત્રોત પણ ગણવામાં આવે છે. પેરુમાં મરેલા શબને કીડા, મકોડાથી બચાવવા કપડાના રોલથી શબને બાંધવામાં આવે છે.

પેરે લપાસી કબ્રસ્તાન

world's spectacular cemetery | Janvajevu.com

આ વિશ્વનું પ્રસીધ્ધ કબ્રસ્તાન માનવામાં આવે છે. પણ અહી આવવું ખુબ મોંધુ છે. જો તમારે આ કબ્રસ્તાન દફન થવું હોય તો તમારે પેરિસના રહેવું પડે અને ત્યાં જ મરવું પડે.

કોંટાકોબ્સ, ફ્રાંસ

world's spectacular cemetery | Janvajevu.com

આ કબ્રસ્તાનને સામાન્ય લોકો માટે બનાવેલ છે. લગભગ દર વર્ષે અહી ૨૫,૦૦૦૦ લોકો મુલાકાત લે છે. પેરિસના સરકારે શહેર નીચેની જમીનમાં મૃત શરીર મોકલીને શહેરની વચોવચ કબ્રસ્તાન બનાવવાનો નિર્ણય લીધો હતો. માનવીનુ હાડકાનું અંદર ગ્રાઉન્ડ કલેક્શન ૧૮મી સદીમાં થયું હતું. કોંટાકોબ્સ કબ્રસ્તાનમાં તમે માનવના હાડકાઓ અને કંકાળ જોઈ શકો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,995 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>