દુનિયાનાં SMART CITIES, ભારતનું પણ એક શહેર છે શામેલ

World's top smart city in janvajevu.com

સરકાર દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમાં સૌથી પહેલા ચંદીગઢ અને નોએડાને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રસ્તાવ છે. પરંતુ, દુનિયામાં જયારે પણ આપણે કોઇ ડ્રીમ સિટીની વાત કરતાં હોઇએ ત્યારે એવા શહેરની તસવીર આંખો સામે આવી જાય છે જયાં ઉંચી-ઉંચી ઇમારતોની સાથે સાથે ગ્રીનરી, આવવા-જવા માટે સારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય. સ્માર્ટ સિટીઝ નેવીગેન્ટ રિસર્ચના હાલના રિપોર્ટમાં ભારતનું પણ એક શહેર શામેલ છે. આ શહેર ચંદીગઢ છે. રિપોર્ટ મુજબ સારા પ્લાનિંગના કારણે ચંદીગઢને આ ખાસ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે. આવો જાણી દુનિયાના એવા શહેરો અંગે જેને સ્માર્ટ સિટીઝના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યાં છે.

World's top smart city in janvajevu.com

સિંગાપુર સિટી, સિંગાપુર

સિંગાપુર શહેરને ક્લીન સિટી, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્યુનિકેશનની સગવડ અને સારી ડિઝાઇનના કારણે સ્માર્ટ સિટીના લિસ્ટમાં સૌથી પહેલો નંબર આપવામાં આવ્યો છે. સર્વે અનુસાર દુનિયાના તમામ શહેરોમાં સિંગાપુરને હાઇ રેટિંગ આપવામાં આવ્યું છે.

World's top smart city in janvajevu.com

ચંદીગઢ, ભારત

ભારતના ચંદીગઢને સારા પ્લાનિંગ માટે દુનિયાના સ્માર્ટ સિટીઝના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે. ચંદીગઢને સેકટર્સમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે. દરેક સેકટરને પ્લાનિંગના હિસાબે બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે અહીં આવનારા પર્યટકોને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમામ સેકટર્સ એકબીજા સાથે સંકળાયેલા છે. આ બધા સેકટરમાં પાર્ક અને શોપિંગ સ્ટ્રીટ મોજુદ છે. હરિયાળીના મામલે પણ ચંદીગઢને ગ્રીન સિટી કહેવાય છે.

જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડ

World's top smart city in janvajevu.com

જ્યૂરિચના પબ્લિક ટ્રાન્સપોર્ટના જેટલા વખાણ કરી શકો તેટલા ઓછા છે. ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત કરીએ તો ટ્રેન સેવા અહીંના શહેરો અને ગામડાઓને જોડવાનું કામ કરે છે. સ્વચ્છતાના મામલે પણ જ્યૂરિચનું ઉદાહરણ આપવામાં આવે છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અહીં આવનારા પ્રવાસીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેથી સ્માર્ટ સિટીના લિસ્ટમાં આ શહેરનું રેટિંગ ઘણું સારૂ છે.

સેઉલ, સાઉથ કોરિયા

World's top smart city in janvajevu.com

સેઉલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઘણી જ સારી છે. મેટ્રોની કનેક્ટિવિટી, બસોનું નેટવર્ક શહેરની ઓળખ છે. શહેરમાં રહેણાંક, કોમર્શિયલ અને મનોરંજન ક્ષેત્ર અલગ અલગ નક્કી થયેલા છે. આ ઉપરાંત, રસ્તાઓ પર સાઇકલિંગ માટે અલગ ટ્રેક છે જેનાથી અહીં ટ્રાફિક મેનેજમેન્ટ સરળ છે. આ બધી ચીજોનો ધ્યાનમાં લેતાં સ્માર્ટ સિટીના લિસ્ટમાં આ શહેરને જગ્યા આપવામાં આવી છે.

કોપનહેગન, ડેનમાર્ક

World's top smart city in janvajevu.com

ડેનમાર્કનું આ શહેર એનવાર્યમેન્ટ માટે જાણીતું છે. ચારેબાજુ લીલોતરી, જીવન સ્તર અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દુનિયામાં સૌથી સારા છે. પર્યાવરણને બચાવવા માટે અહીં પ્રદુષણ ફેલાવનારા વાહનોને શહેરથી દૂર જ રાખવામાં આવે છે. પર્યટકો માટે અહીં સાયકલિંગની વ્યવસ્થા છે.

વોશિંગ્ટન ડી.સી., યુએસએ

World's top smart city in janvajevu.com

સંયુક્ત રાજ્ય અમેરિકાની રાજધાનીની સૌથી મોટી વિશેષતા તેનું સેન્ટ્રલ લોકેશન છે. રસ્તાઓને ગ્રિડ સિસ્ટમ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા છે. આકર્ષણના મુખ્ય કેન્દ્ર જેવા સ્મારક અને કેપિટલ હિલ શહેરના વચ્ચો વચ સ્થિત છે. આ શહેર બહારથી આવનારા લોકો માટે પણ એક સારી જગ્યા છે.

એમ્સટરડેમ, નેધરલેન્ડ

World's top smart city in janvajevu.com

આ શહેરમાં આપને ઐતિહાસિક અને આધુનિક વાસ્તુકલાની મિશ્ર ઝલક જોવા મળશે. અહીં નહેરની સિસ્ટમ આ શહેરની વિવેકપૂર્ણ યોજનાનું પ્રતીક છે.

બ્રાઝીલિયા, બ્રાઝિલ

World's top smart city in janvajevu.comસૌજન્ય
દિવ્ય ભાસ્કર

અગાઉ રીયો ડી જાનેરો બ્રાઝિલની રાજધાની હતી. પછી બ્રાઝીલિયાને તેના સેન્ટ્રલ લોકેશન માટે પસંદ કરવામાં આવી. આ શહેરને એક વિશાળ પક્ષીના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને અલગ-અલગ ઉદ્દેશ્યો જેવા કે રહેણાંક, બેન્કિંગ અને હોસ્પિટલ તેમજ બિઝનેસ માટે અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,461 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>